ETV Bharat / bharat

પેગાસસ કેસની અરજીઓના અરજદારો અરજીની નકલ કેન્દ્રને સોંપે : સુપ્રીમ કોર્ટ - વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ

પેગાસસ જાસૂસી કૌભાંડ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી. આ કેસની આગામી સુનાવણી મંગળવારે થશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીર ગણાવીને અરજદારોને અરજીઓની નકલ કેન્દ્ર સરકારને સોંપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
author img

By

Published : Aug 5, 2021, 2:04 PM IST

  • પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી
  • શશી કુમાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા
  • અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કથિત પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી શરૂ કરી છે અને જણાવ્યુંં છે કે, જો તેના વિશેના અહેવાલો સાચા હોય તો જાસૂસીના આરોપો ગંભીર છે. ચીફ જસ્ટિસ (CJI) એન.વી. રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે શરૂઆતમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન રામ અને શશી કુમાર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.

તેમાં કોઇ શંકા નથી, જો રિપોર્ટ સાચો છે - CJI

CJI એ જણાવ્યું હતું કે, 'આ બધામાં જતા પહેલા અમારી પાસે કેટલાક પ્રશ્નો છે. તેમાં કોઇ શંકા નથી, જો રિપોર્ટ સાચો છે તો આરોપો ગંભીર છે.' તેમણે વિલંબનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ કેસ 2019માં સામે આવ્યો હતો. જાસૂસી રિપોર્ટ 2019માં સામે આવ્યો હતો. મને ખબર નથી કે, વધુ માહિતી મેળવવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે એવું કહેવા માંગતો ન હતા કે આ એક અવરોધ છે.

અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, તે દરેક કેસની હકીકતોમાં જઈ રહ્યું નથી અને જો કેટલાક લોકો દાવો કરે છે કે, તેમનો ફોન અટકાવવામાં આવ્યો હતો. આ ટેલિગ્રાફ એક્ટ છે જેના હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય છે. સિબ્બલે જણાવ્યું હતું કે, 'હું સમજાવી શકું છું. અમારી પાસે ઘણી બધી સામગ્રી પહોંચી નથી. અરજીઓમાં ફોનમાં સીધી ઘુસણખોરીના 10 કેસોની માહિતી છે.

આ પણ વાંચો : પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

કપિલ સિબ્બલે દલીલ કરી

સુનાવણી દરમિયાન એન. રામ અને અન્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે, આ સ્પાયવેર માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવે છે અને ખાનગી સંસ્થાઓને વેચી શકાતા નથી. NSO ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમાવેશ થાય છે. સિબ્બલે જણાવ્યું કે, પેગાસસ એક ખતરનાક ટેકનોલોજી છે. જે આપણી જાણકારી વગર આપણા જીવનમાં પ્રવેશ કરે છે. આનાથી આપણા પ્રજાસત્તાકની ગોપનીયતા, ગૌરવ અને મૂલ્યો પર હુમલો થયો છે.

સરકારે જવાબ આપવો પડશે કે તેને કોણે ખરીદ્યું : કપિલ સિબ્બલ

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, પત્રકારો, જાહેર વ્યક્તિઓ, બંધારણીય સત્તાવાળાઓ, કોર્ટના અધિકારીઓ, શિક્ષણવિદો તમામ સ્પાયવેરથી પ્રભાવિત છે અને સરકારે જવાબ આપવો પડશે કે તેને કોણે ખરીદ્યો ? હાર્ડવેર ક્યાં મૂકવામાં આવ્યું હતું ? સરકારે FIR કેમ નોંધાવી નથી ?

સુપ્રીમ કોર્ટ ભારત સરકારને નોટિસ આપશે : સિબ્બલ

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, હું એટલું જ ઈચ્છું છું કે, પેગાસસ જેવી ગંભીર બાબતમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકારને નોટિસ પાઠવવી જોઈએ. પેગાસસ કેસમાં શિક્ષણવિદ્ જગદીપ છોડકર તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે, આ કેસ ખૂબ જ ગંભીર છે. ટોચની અદાલતમાં અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કૃપા કરીને આ મામલાની સ્વતંત્ર તપાસ પર વિચાર કરો.

આ પણ વાંચો : Pegasus Case : સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર આજે SCની સુનાવણી

નાગરિકોની ગોપનીયતા પર ધ્યાન આપવું જોઈએ : અરવિંદ દત્તાર

અરજદાર પત્રકારો તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા જણાવ્યું હતું કે, નાગરિકોની ગોપનીયતા અને વ્યક્તિગત ગોપનીયતા ધ્યાનમાં લેવી જોઈએ.

અરજીઓમાં શું કહેવામાં આવ્યું છે તે જાણો

અરજીઓમાં જણાવાયું છે કે, લશ્કરી કક્ષાના સ્પાયવેરનો ઉપયોગ કરીને મોટા પાયે જાસૂસી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોના ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ એક રીતે સ્વતંત્ર સંસ્થાઓમાં ઘૂસણખોરી, હુમલો અને અસ્થિર કરવાનો પ્રયાસ છે. તેથી વહેલી તકે તેની સુનાવણી કરવાની જરૂર છે.

કેન્દ્રને તપાસ દ્વારા આનો ખુલાસો કરવાનો નિર્દેશ આપવો જોઇએ

અરજીનમાં એવું પણ જણાવવામાંં આવ્યું છે કે, જો સરકાર અથવા તેની કોઇ એજન્સીએ પેગાસસ સ્પાયવેરનું લાઇસન્સ લીધું હોય અને તેનો કોઇપણ રીતે ઉપયોગ કર્યો હોય તો કેન્દ્રને તપાસ દ્વારા આનો ખુલાસો કરવાનો નિર્દેશ આપવો જોઇએ.

શું છે સંપૂર્ણ મામલો ?

મીડિયા ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ મીડિયા ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે કે, ઇઝરાયલના જાસૂસી સોફ્ટવેર મારફતે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, જેમાં ભારતના બે કેન્દ્રીય પ્રધાનો, 40થી વધુ પત્રકારો, ત્રણ વિપક્ષી નેતાઓ અને એક ન્યાયાધીશનો સમાવેશ થાય છે. અધિકાર કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઇલ નંબર હેક કરવામાં આવ્યા છે. જોકે, સરકારે તેના સ્તરે અમુક લોકોની દેખરેખ સંબંધિત આરોપોને નકાર્યા છે. સરકારે જણાવ્યું છે કે, આ માટે કોઈ નક્કર આધાર નથી અથવા તેનાથી સંબંધિત કોઈ સત્ય નથી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.