- આકારણી કરવાના નિર્ણયને પડકારતી તમામ અરજીઓ કોર્ટે ફગાવી
- બન્ને બોર્ડના નિર્ણયોમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી: સુપ્રીમ
- બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મ્યુલા સામે કેટલાક પક્ષો દ્વારા કરાઈ હતી કોર્ટમાં અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે સોમવારે ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ ( Board Exams)ના સંચાલન અને વિદ્યાર્થીઓને આંતરિક પરીક્ષાઓ ( Inetrnal exams ) ના આધારે પાછલા વર્ષોમાં આકારણી કરવાના નિર્ણયને પડકારતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. આ ઉપારંત, તેમણે ICSE અને CBSC દ્વારા તૈયાર કરેલા ફોર્મ્યુલા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બાબતે કોર્ટનું કહેવું છે કે, બન્ને બોર્ડના નિર્ણયોમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. કારણ કે, વિદ્યાર્થીઓ તેનો સમર્થન કરે છે અને તે પણ યોગ્ય પણ લાગે છે.
બોર્ડના ફોર્મ્યુલા અંગે કરવામાં આવેલા વિરોધને કોર્ટે રદિયો આપ્યો
જસ્ટિસ એ.એમ.ખાનવીલકર ( Justice AM Khanwilkar ) અને ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી( Justice Dinesh Maheshwari )ની ડિવિઝન બેન્ચે બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મ્યુલા સામે કેટલાક પક્ષો દ્વારા કરવામાં આવેલા તમામ વિરોધને રદિયો આપ્યો હતો. આ બાબતે, 13 સભ્યોની નિષ્ણાત સમિતિએ તમામ પાસાઓનું ધ્યાન રાખ્યું હતું. આ બાબતે વઘુમાં જસ્ટીસ ખાનવિલકરે કહ્યું હતું કે, CBSE અને ICSE સ્વાયત્ત સંસ્થાઓ (autonomous bodies) છે અને તે પોતાનો નિર્ણય લઈ શકે છે.
શુ હતો ફોર્મ્યુલા?
- ધોરણ 10 અને 11ના 30 ટકા અને ધોરણ 12ના 40 ટકા વેઈટેજના આધારે પરિણામ જાહેર કરાશે
ધોરણ 10 અને 11 માટે ટર્મ પરીક્ષાના પાંચ પેપરોમાંથી ત્રણના સૌથી વધારે પોઈન્ટ પર વિચાર કરવામાં આવશે. ધોરણ 12 માટે યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલમાં મળેલા પોઈન્ટનેે ધ્યાનમાં રાખવામાં આવશે. CBSEએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ 12ના પરિણામ ધોરણ 10 (30 ટકા વેઈટેજ), ધોરણ 11 (30 ટકા વેઈટેજ) અને ધોરણ 12 (40 ટકા વેઈટેજ)માં પ્રદર્શનના આધાર પર નક્કી કરવામાં આવશે.
- 12 સભ્યોની સમિતિએ તૈયાર કર્યો રિપોર્ટ
આપને જણાવી દઈએ કે, CBSEએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પરિણામનું મૂલ્યાંકનનું ક્રાઈટએરિયા નક્કી કરવા માટે એક કમિટિ બનાવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ઈવેલ્યુએશન ક્રાઈટએરિયા આ સપ્તાહમાં જાહેર કરવાની આશા વ્યક્ત કરી હતી. 12 સભ્યોની વિશેષજ્ઞોની સમિતિના રિપોર્ટના આધારે ઈવેલ્યુએશન ક્રાઈટએરિયા બનાવ્યું છે.
આ પણ વાંચો: