ગુજરાતઃ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષિતોને આપવામાં આવેલી છૂટની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે જણાવ્યું કે જનતાનો આક્રોશ ન્યાયિક નિર્ણયોને અસર કરશે નહીં.
જાહેર આક્રોશને ધ્યાનમાં લેવાની માંગણીઃ બેન્ચની ટિપ્પણી આવી ત્યારે બિલકિસના વકીલ શોભા ગુપ્તાએ દોષિતોને માફી આપવા પર વિચાર કરતી વખતે જાહેર આક્રોશને ધ્યાનમાં લેવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં ગુનેગારોને મુક્ત કર્યા બાદ સમાજમાં રોષ ફેલાયો અને દેશભરમાં આંદોલનો થયાં
શા માટે જવું પડ્યું સુપ્રીમમાંઃ રાધેશ્યામ શાહની ગુજરાત સરકારની 9 જુલાઈ 1992ની મુક્તિ નીતિ હેઠળ સમય પહેલા મુક્તિની માંગણી કરતી અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જેના પગલે તેમણે રાહત માટે રિટ પિટિશન મારફતે સર્વોચ્ચ અદાલતમાં ઘા નાંખી હતી.
સોલિસિટર જનરલની ટીપ્પણીઃ ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધાર ઉપાય પ્રશાસને દોષિતો છૂટ આપવા અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો અને તમાંથી એક દોષિતની સમય પહેલાની મુક્તિની ભલામણકરી નહોતી. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે જેઓ મુક્ત થયેલા દોષિતોને હાર પહેરાવ્યા તેઓ તેમના પરિવારના સભ્યો હતો. તેમણે પુછ્યુ કે તે પરિવારના સભ્ય માળા પહેરાવે તેમાં શું ખોટું છે? અગાઉ કોર્ટે કહ્યું હતું કે આ મામલે જાહેર હિતની અરજી દાખલ કરનારા કેટલાક લોકોની દખલગીરીના અધિકાર પર ઓગસ્ટે દલીલો સાંભળશે.
સજા માફી સામે પીઆઈએલઃ બિલકિસ બાનો દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપરાંત, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કિસ્ટ (સીપીઆઈ-એમ)ના નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાલ અને લખનઉ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર રૂપ રેખા વર્મા સહિત અન્ય ઘણા લોકોએ રૂપાંતરને પડકારતી પીઆઈએલ દાખલ કરી હતી. તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સજા માફી સામે પીઆઈએલ દાખલ કરી છે.