ધર્મશાલા: હિમાચલના ધર્મશાલામાં હાર્ટ એટેક આવતાં સુપ્રીમ કોર્ટના જજ એમઆર શાહને એરલિફ્ટ કરીને દિલ્હી (M R Shah airlifted to Delhi) લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જસ્ટિસ એમઆર શાહ હિમાચલની મુલાકાત લેવા આવ્યા હતા. ધર્મશાળામાં હૃદય-છાતીમાં (SC judge M R Shah falls ill in Himachal ) દુ:ખાવાની ફરિયાદ કર્યા પછી તેમને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કૉલેજ, ટાંડા, કાંગડામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ જણાવ્યું કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ હવે તે ખતરાથી મુક્ત છે, અને તેની હાલત સ્થિર છે. તેથી ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો: હરિદ્વારમાં ગુલદારે શ્વાનનો કર્યો શિકાર, વીડિયો થયો વાયરલ
તેમની તબિયત સારી છે: ટાંડા મેડિકલ કોલેજ બાદ જસ્ટિસ એમઆર શાહને કાંગડા એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. જસ્ટિસ શાહને હેલી ટેક્સી મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ ટ્વિટ કરીને તેમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. જસ્ટિસ શાહની ઓફિસમાંથી પણ માહિતી આપવામાં આવી છે કે, તેમની તબિયત સારી છે.
આ પણ વાંચો: Opposition To Agneepath Scheme :ફિરોઝાબાદ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસોમાં તોડફોડ
સોશિયલ મીડિયા પર વાયરલ: જસ્ટિસ શાહનો એક વીડિયો મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમની હાલત સ્થિર હોવાનું જણાવી રહ્યા છે. જસ્ટિસ શાહ કહી રહ્યા છે કે હું ભગવાનના આશીર્વાદથી સંપૂર્ણ સ્વસ્થ છું અને દિલ્હી પહોંચી રહ્યો છું. ચિંતા કરવાની કોઈ વાત નથી, આગામી બે દિવસમાં હું સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. જસ્ટિસ શાહ 64 વર્ષના છે અને તેઓ આગામી 15 મે 2023ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ શાહ પહેલા ગુજરાત હાઈકોર્ટના જજ હતા અને પછી પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. જે બાદ તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બન્યા.