- સુપ્રીમ કોર્ટે સરકાર અને ખેડૂતો કમિટિ બનાવવા જણાવ્યું
- કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત પંજાબ અને હરિયાણા સરકારને નોટીસ ફટકારી
- આગામી સુનાવણી 17 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ખસેડવા સંબંધિત અરજીની સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે ખેડૂત સંગઠનોનો પક્ષ સાંભળવા માટે જણાવ્યું હતું. આ સાથે જ સરકારને આ બાબતે હજૂ સુધી સમાધાન કેમ નથી થયું તેવો સવાલ કર્યો હતો. કોર્ટ તરફથી ખેડૂત સંગઠનોને નોટીસ પણ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે સમાધાન થવુ જોઇએ. આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિની એક કમિટિની રચના કરવામાં આવે જેથી આ બાબતે ચર્ચા થઇ શકે. આ મામલે વધું સુનાવણી ગુરુવારના રોજ થશે.
આંદોલનને કારણે કોરોના સંક્રમણનો પણ ફેલાવો થશે તેવી શક્યતા
સુપ્રીમ કોર્ટની અરજીની સુનાવણી ગુરુવારના રોજ કરવામાં આવશે. જેમાં અધિકારીઓને સૂંચન કરવા માટે માગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદા સામે દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરતા ખેડૂતોને તાત્કાલિક હટાવવામાં આવે. આ સાથે રોડ-રસ્તા બંધ હોવાને કારણે પ્રવાસીઓને પણ હાંલાકી ભોગવવી પડે છે. તેમજ આ આંદોલનને કારણે કોરોના સંક્રમણનો પણ ફેલાવો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સમિતિમાં ભારતીય ખેડૂત યુનિયનનો પણ સમાવેશ
આ મામલે ગુરુવારના રોજ સુનાવણી કરવા અંગે CJIએ જણાવ્યું હતું કે, અમે એક સમિતિની રચના કરશું, આ મામલે સમાધાન કરવામાં આવશે. આ સમિતિમાં ભારતીય ખેડૂત યુનિયનનો પણ સમાવેશ થાય છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત પંજાબ અને હરિયાણા સરકારને નોટીસ ફટકારી છે.
દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનના કારણે રસ્તા બંધ
આ અરજીમાં દાવો કરવામાં આવયો છે કે, દિલ્હી પોલીસે 27 નવેમ્બરના રોજ પ્રદર્શનકારીઓને બુરાડી ખાતે નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાનગી આપી હતી. તેમ છતા રાજધાનીની બોર્ડર સીલ કરી હતી. એડવોકેટ ઓમ પ્રકાશ પરિહાર મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનના કારણે રસ્તા બંધ છે. પ્રદર્શનકારીઓએ રોડ-રસ્તા બંધ કરવામાં આવતા પરિવહન પર અસર થઇ રહી છે. જે કારણે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિલ ખાતે સારવાર માટે આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે.
21 દિવસથી સંસદમાં પસાર કરેલા 3 કૃષિ કાયદાનો દિલ્હી બોર્ડર પર વિરોધ
ઉલ્લેખનીય છે કે, સંસદમાં પસાર કરેલા 3 કૃષિ કાયદાનો દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવવા માટે અધિકારીઓને આદેશ આપવા મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, રસ્તાઓ બંધ હોવાના કારણો પ્રવાસીઓને હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતામાં વધારો થઇ શકે છે તેમ પણ આ અરજીમાં જણાવાયું છે.