ETV Bharat / bharat

ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેન કોચ સળગાવવાના કેસમાં દોષિતને જામીન આપ્યા હતા. (godhra train coach burning case)પંચમહાલના ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલ હુમલામાં અનેકના મોત નિપજ્યાં હતા.(Godhrakand 2002) આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. (SC granted bail to Godhra case convict) જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.

ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
author img

By

Published : Dec 15, 2022, 3:57 PM IST

Updated : Dec 15, 2022, 4:19 PM IST

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડના દોષિતને 17 વર્ષ બાદ જામીન આપ્યા છે. (SC granted bail to Godhra case convict) દોષિત ફારુકે સળગતી ટ્રેનમાં લોકો પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા.(Godhrakand 2002) ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં હતો. (godhra train coach burning case)

SCએ આપ્યા જામીન: 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને તેઓ મૃત્યુ પામે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ બાદ જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે.

આ પણ વાંચો - 2002 સાબરમતી ટ્રેન નરસંહાર: હાઈકોર્ટે યાકુબ પાટલિયાના વચગાળા જામીન મંજૂર કર્યાં

શું થયું સુનાવણીમાં: મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બનેલી બેંચે દોષિતોમાંથી એક ફારુક માટે હાજર રહેલા વકીલની રજૂઆતની નોંધ લીધી કે તેને અત્યાર સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવે. ઘણા દોષિતોની સજા સામેની અપીલો સર્વોચ્ચ અદાલતમાં ચુકાદા માટે પેન્ડિંગ છે. ફારુક અને અન્ય કેટલાકને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફારુકની જામીન અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેની પર માત્ર પથ્થરબાજીનો જ આરોપ નથી, પરંતુ તે એક જધન્ય ગુનો હતો. કારણ કે આ ઘટના દરમ્યાન લોકોને પથ્થરમારો કરીને સળગતી ટ્રેનમાંથી બહાર ન હોતા નીકળવા દેવાયા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. આથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે છે.

શું હતી ઘટના: 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર અમુક ટોળાએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 59 કાર સેવક જીવતા ભૂંજાયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. એમાં એક દોષિત ફારુક પર પથ્થરમારો અને હત્યાનો કેસ સાબિત થયો હતો. આ પછી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગોધરાકાંડ બાદ થયેલી ટ્રાયલ્સમાં લગભગ 9 વર્ષ પછી 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં SIT કોર્ટે 11 દોષિતને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ફારુક તેમાંથી એક છે. અગાઉ 13 મે, 2022ના રોજ અન્ય એક દોષિત અબ્દુલ રહેમાન ધંતિયા કનકટ્ટો જાંબુરોને 6 મહિના માટે જામીન આપવામાં આવ્યા હતા. રહેમાનની પત્નીને ટર્મિનલ કેન્સર છે અને તેની દીકરીઓ માનસિક રીતે બીમાર છે. 11 નવેમ્બરે તેના જામીનને 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યા હતા.

Last Updated : Dec 15, 2022, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.