ETV Bharat / bharat

SC collegium : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈકોર્ટમાં જજ તરીકે પાંચ નામોની ભલામણ કરી - નામોની ભલામણ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્ર સરકારને પાંચ નામોની ભલામણ પાઠવી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં બે કાયમી જજની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે.

SC collegium : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈકોર્ટમાં જજ તરીકે પાંચ નામોની ભલામણ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 9:19 PM IST

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઇકોર્ટમાં વધારાના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્રને પાંચ નામોની ભલામણ કરી છે. સીજેઆઈ ઉપરાંત કોલેજિયમમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ પણ છે. કોલેજિયમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના જસ્ટિસ રાહુલ ભારતી અને જસ્ટિસ ખજુરિયા કાઝમીને કાયમી જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.

કોલેજિયમના કેટલાક ઠરાવો : એક ભલામણમાં કહેવામાં આવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂક માટે એડિશનલ જજ જસ્ટિસ અભય આહુજાના નામ પર પણ વિચાર કરવો જોઈએ. ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા કોલેજિયમના કેટલાક ઠરાવો ન્યાયિક અધિકારીઓ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશો માટેના વકીલોના નામની ભલામણો પરની ચર્ચાની વિગતો આપી છે.

ચૈતાલી ચેટર્જીની ભલામણ : એક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ન્યાયિક અધિકારી શ્રીમતી ચૈતાલી ચેટર્જી (દાસ)ને કલકત્તા હાઈકોર્ટના જજ તરીકેના નામની ભલામણ કરવામાં આવી છે. છત્તીસગઢ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ન્યાયિક અધિકારી અરવિંદ કુમારના નામની પણ ભલામણ કરવામાં આવી છે. અન્ય એક પ્રસ્તાવમાં કેન્દ્રને એડવોકેટ રોહિત કપૂરને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા કહેવામાં આવ્યું છે.

વરિષ્ઠતા મુદ્દે સ્પષ્ટતા : ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ' સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગૌહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે એડવોકેટ શમીમા જહાં અને ન્યાયિક અધિકારી યારેંજંગલા લોંગકુમારના નામની ભલામણ કરી છે.' ભલામણોને લઇને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સ્પષ્ટ કર્યું હતું કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે કપૂર પહેલાં જે લોકોની ભલામણ કરવામાં આવી હતી તેમની વરિષ્ઠતા સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. કોલેજિયમ ભલામણ કરી છે કે બે એડવોકેટ હરમીતસિંહ ગ્રેવાલ અને દીપેન્દ્રસિંહ નલવા, જેમના નામની ભલામણ આ કોલેજિયમ દ્વારા 17 ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવી હતી, તેમને રોહિત કપૂરની નિમણૂકના મામલે પ્રાથમિકતા આપવામાં આવે. ત્રણેય વકીલોની પરસ્પર વરિષ્ઠતા હાલની પ્રક્રિયા મુજબ નક્કી થવી જોઈએ.

કાયમી ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે યોગ્ય : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કહ્યું કે તેણે આ ઉમેદવારોની ફિટનેસ અને યોગ્યતાની ખાતરી કરવા માટે સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશોની સલાહ લીધી છે જેઓ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટની કામગીરીથી પરિચિત છે. 26 ઓક્ટોબર 2017ના સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ઠરાવ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા રચાયેલ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની સમિતિએ આ વધારાના ન્યાયાધીશોના નિર્ણયોનું મૂલ્યાંકન કર્યું છે અને તેમને સારા અને યોગ્ય જણાયા છે. આમ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કહ્યું કે આ વધારાના ન્યાયાધીશો કાયમી ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે યોગ્ય છે.

  1. SC collegium : SC કોલેજિયમે 3 હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી
  2. Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને મળશે સાત નવા જજો, પાંચ જજોની કોલેજિયમે નામોની કરી ભલામણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.