ETV Bharat / bharat

ઓક્સિજનના પુરવઠા અંગેનું BMC મોડલ દેશભરમાં લાગુ થવુ જોઇએ : સુપ્રીમ કોર્ટ - BMC દ્વારા અનેક પગલાં

મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઓક્સિજનની અછત સર્જાઈ છે. જોકે, ઓક્સિજનના અભાવને પહોંચી વળવા BMC( બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ) એ અનેક પગલા લીધા છે. આ પગલાંને કારણે અન્ય જગ્યાઓની તુલનામાં મુંબઇમાં ઓક્સિજન અંગે કોઈ અભાવ જોવા મળી રહ્યો નથી.

ઓક્સિજનના પુરવઠા અંગેનું BMC મોડલ દેશભરમાં લાગુ થવુ જોઇએ : સુપ્રીમ કોર્ટ

author img

By

Published : May 6, 2021, 5:51 PM IST

Updated : May 6, 2021, 9:15 PM IST

  • BMC દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે સુપ્રીમ કોર્ટનું પોઝિટિવ વલણ
  • દેશભરમાં આવો ઉપાય અમલમાં મૂકવા જોઈએ: સુપ્રીમ કોર્ટ
  • 12 નવા સ્થળો પર ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા

મુંબઈ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓક્સિજનની અછત સર્જાઈ છે. તાજેતરમાં, ઓક્સિજનના અભાવને કારણે 168 દર્દીઓએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં દોડવું પડ્યું હતું. આ ઘટના બાદ, નગરપાલિકાએ તુરંત પગલા ભર્યા હતા. BMC દ્વારા લેવામાં આવેલા આ પગલાં અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરમાં આવો ઉપાય અમલમાં મૂકવા જોઈએ.

ઓક્સિજનના અભાવને કારણે 168 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા હતા

કોરાનાની બીજી લહેરને કારણે શહેરમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. રોજ 7000થી 11000 પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. આથી, આવી કપરી પરિસ્થિતિને કારણે દર્દીઓ ઓક્સિજન, ICU અને વેન્ટિલેટરના અભાવથી મુશ્કેલીમાં મૂકાયા છે. ઓક્સિજનના અપૂરતા જથ્થાને કારણે એપ્રિલ મહિનામાં 168 દર્દીઓને પાલિકાની હોસ્પિટલોથી અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ મહાનગર વિસ્તારમાં પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પહોંચી

ડ્યૂરા સિલિન્ડરની જગ્યાએ લિક્વિડ ઓક્સિજન ટાંકી લગાવવામાં આવી

મુંબઇમાં દરરોજ 235 મેટ્રિક ઓક્સિજનની જરૂર છે. BMCએ ગયા વર્ષે ઓક્સિજનની અછતને પહોંચી વળવા અનેક હોસ્પિટલો અને કોવિડ સેન્ટર્સમાં ડ્યૂરા સિલિન્ડરની જગ્યાએ લિક્વિડ ઓક્સિજન ટાંકી લગાવવામાં આવી હતી. આ ટાંકી લગભગ 4 દિવસ સુધી ઓક્સિજનનો સપ્લાય કરે છે. જ્યારે, દર્દીઓની સંખ્યા વધુ હોય છે ત્યારે 2 દિવસમાં એકવાર ઓક્સિજનની ટાંકી ભરવી પડે છે. આ માટે કોર્પોરેશને 2 કોન્ટ્રાક્ટરની નિમણૂક પણ કરી છે.

ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 6 નોડલ અધિકારીઓની નિમણૂક

ઓક્સિજનની અછત ન થાય તે માટે, પાલિકાએ 6 નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓ જે તે સ્થળોએ ઓક્સિજનનું સમયસર પહોંચાડવાનું સુનિશ્ચિત કરે છે. મુંબઈની તમામ હોસ્પિટલોના ડેટા ગુગલ શીટ રાખવામાં આવ્યા છે. આથી, તેઓને પહેલેથી જ જાણ હોય છે કે તેમને ક્યાં અને ક્યારે ઓક્સિજન સપ્લાય કરવાની જરૂર છે. આમ, જે હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂર હોય છે તેઓ તેમના સપ્લાયર્સને 24 કલાક અગાઉથી જાણ કરે છે. જો સપ્લાયર ઓક્સિજન સપ્લાય કરતો નથી, તો ત્યારબાદ પાલિકાને 16 કલાક અગાઉ જાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશ્નર ઇકબાલસિંહ ચહલે કહ્યું હતું કે, ઓક્સિજનના અભાવને કારણે કોઈ અસુવિધાજનક ઘટના ન થાય તેથી આ અધિકારીઓને ઓક્સિજન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : મુંબઈમાં સોમવારે 45 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ નહીં કરવામાં આવે : BMC

12 નવા સ્થળો નવા ઓક્સિજન પ્લાન્ટ્સથી સજ્જ

ઓક્સિજનના અભાવને દૂર કરવા માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની વ્યવસ્થા અંતિમ તબક્કામાં છે. આ માટે મુંબઇમાં કેટલીક હોસ્પિટલો અને કોરોના જમ્બો સેન્ટર સહિત 12 જગ્યાઓ ફાળવવામાં આવી છે. એક મહિનામાં ઓક્સિજન પ્લાન્ટ પ્રોજેક્ટ્સ 12 જગ્યાઓએ ઉભા કરીને ઓક્સિજન અવિરત પૂરા પાડવામાં આવશે. આ બાબતે, મ્યુનિસિપલ કમિશ્નર પી.એસ. વેલરાસુએ કહ્યું હતું કે, જમ્બો સેન્ટર કે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પ્રોજેક્ટ બનાવવાથી એક કલાકમાં 2000થી 5000 ક્યૂબિક મીટર ઓક્સિજન મળી શકશે.

Last Updated : May 6, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.