- પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કોર્ટમાં મોટી રાહત
- CBIએ મીડિયા કંપની INX મીડિયા સામે FIR દાખલ કરી હતી
- કાર્તિ ચિદમ્બરમને કોર્ટે આધીન શરતો સાથે વિદેશ જવાની મંજૂરી આપી
નવી દિલ્હી: INX મીડિયા કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટી રાહત મળી છે જેમાં તેમને વિદેશ જવાની મંજૂરી આપી હતી. જો કે, કોર્ટે વિદેશ જવા માટે બે શરતો રાખી છે. પહેલી શરત એ છે કે, પ્રવાસ પહેલા બે કરોડ રૂપિયા જમા કરાવવાના પડશે અને જ્યારે બીજી શરત એ છે કે, વિગતવાર યાત્રા કાર્યક્રમ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
શું છે INX મીડિયા કેસ, જાણો...
CBIએ 15મે 2017ના રોજ મીડિયા કંપની INX મીડિયા સામે FIR દાખલ કરી હતી. INX મીડિયા પર વિદેશી ભંડોળ 305 કરોડ રૂપિયાને લેવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB) ની મંજૂરીમાં ઘણી ગેરરીતિઓ આચર્યાનો આરોપ છે. જણાવી દઈએ કે વર્ષ 2007 દરમિયાન જ્યારે કંપનીને રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા.