ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટ અપરણિત મહિલાઓને સરોગસીનો લાભ માંગતી અરજી ધ્યાને લેવા સહમત

અપરણિત મહિલાઓની સરોગસીના લાભ લેવા પર પ્રતિબંધ વિરુદ્ધ કરવામાં આવેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Supreme Court Surrogacy

સુપ્રીમ કોર્ટ અપરણિત મહિલાઓને સરોગસીનો લાભ માંગતી અરજી ધ્યાને લેવા સહમત
સુપ્રીમ કોર્ટ અપરણિત મહિલાઓને સરોગસીનો લાભ માંગતી અરજી ધ્યાને લેવા સહમત
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 10:01 PM IST

નવી દિલ્હીઃ મંગળવારે સુપ્રીમ કોર્ટે અપરણિત મહિલાઓના સરોગસીનો લાભ લેવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ થયેલ અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જવલ ભૂઈયાની સંયુક્ત બેન્ચે પ્રજનન અને માતૃત્વના અધિકારને સાકાર કરવાની માંગ કરતી એક વકીલની અરજી પર સહમતિ દર્શાવી છે.

સીનિયર એડવોકેટ સૌરભ કિરપાલે દલીલ કરી કે અરજીકર્તા ડાયાબિટીસથી પીડાય છે અને 40 વર્ષની છે. તેને લગ્ન વિના પ્રજનન અને માતૃત્વનો અધિકાર છે તેથી તે સરોગસીનો લાભ લેવા પોતાના અધિકારને સુરક્ષિત કરવા માંગે છે. રાજ્યની શરતો વિના તે પોતાની શરતે માતૃત્વનો અનુભવ કરવા માંગે છે. વકીલ મલક મનીષ ભટ્ટના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે તેણીને સરોગસી અધિનિયમ 2021 અને 2022ના વિવિધ પ્રાવધાનોના માધ્યમથી વૈજ્ઞાનિક અને મેડિકલ પ્રગતિનો લાભ લેવાથી દૂર રાખવામાં આવી છે.

અરજીમાં આગળ જણાવાયું છે કે એકલ અવિવાહિત મહિલાઓને સરોગસીનો લાભ લેવાથી રોકવી અને છુટાછેડા અથવા વિધવા મહિલાઓને આ લાભ આપવો તે તર્કહિન છે, કારણ કે અવિવાહિત મહિલા દ્વારા બાળકને દત્તક લેવું અથવા લગ્નબાહ્ય બાળક પેદા કરવા પર કોઈ પ્રતિબંધ નથી. બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત એક સાર્થક પારિવારીક જીવનનો અધિકાર, જે એક વ્યક્તિને સંપૂર્ણ જીવન જીવવા માટે પરવાનગી આપે છે તેમજ તેની શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અખંડતાને કાયમ રાખવા મદદરુપ છે. માત્ર છુટાછેડા કે વિધવા મહિલાઓને સરોગસીનો લાભ આપવો તે અપરણિત મહિલાઓને બંધારણ અંતર્ગત મળતા મૌલિક અધિકારોનું હનન છે.

આ ઉપરાંત સરોગેટ મધરને કોઈપણ પ્રકારની રોકડ ચૂકવણી પર રોક લગાડવાના વિરોધમાં કહેવાયું છે કે, અરજીકર્તા માટે કોઈ અન્ય મહિલાને 9 મહિના માટે સરોગસી લેવા કહેવું અને ગર્ભાવસ્થાના પડકારો સંબંધી દરેક જોખમો માટે તૈયાર રહેવા કહેવું તે આત્માને હચમચાવી દેવા બરાબર છે. સરોગસી અધિનિયમ આનુપાતિકતાના પરિક્ષણનું ઉલ્લંઘન કરે છે, કારણ કે સરોગેટ મા શોષણની કોઈ સંભવિત ચિંતાઓને દૂર કરવા માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરે છે.

અરજીકર્તાએ એકલવાયુ જીવન જીવતી મહિલાના અંડકોષના ઉપયોગ કરવા પરર અને દાતાના અંડકોષના ઉપયોગ ન કરવાની શરતને પણ પડકારી છે. આ અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સરોગસી દ્વારા બાળક ઈચ્છતા કપલ્સને દાતા કપલ્સ પર રોક લગાડતી અધિસૂચના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રજનન અધિકારો પર સીધા હનન માટે સરોગસી અધિનિયમ, 2021 અને સહાયક પ્રજનન પ્રોદ્યોગિકી અધિનિયમ, 2021ની માન્યતાને પડકારતી એક જનહિત અરજી પર પણ નોટિસ જાહેર કરી હતી.

  1. રાજ્યપાલની કાયદાકીય સત્તાઓ અને ' શક્ય તેટલી વહેલી તકે ' શબ્દસમૂહનું માર્મિક અર્થઘટન
  2. BSFના અધિકારક્ષેત્રમાં વધારો એ પંજાબ પોલીસની સત્તા પર અતિક્રમણ નથી- સુપ્રીમ કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.