ન્યૂઝ ડેસ્ક: SBI દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. તે ભારતમાં 71,705 BC આઉટલેટ્સ સાથે 22,224 શાખાઓ અને 63,906 ATM/CDM નું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા અંદાજે 91 મિલિયન અને 20 મિલિયન છે. જો SBI (State Bank of India) ના ગ્રાહક છો, તો માટે એક મહત્વપૂર્ણ વાવડ છે. હવે SBI ATMમાંથી પૈસા ઉપાડવા (sbi withdrawal rules) માટે એક ખાસ નંબર આપવો પડશે, જો મોબાઈન નંબર આવેલો OTP નહીં એન્ટર કરો તો પૈસા નહીં ઉપડે.
સુરક્ષિત પગલું ભરાયું: બેંકે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે 10,000 રૂપિયા અને તેનાથી વધુના રકમના ઉપાડ પર નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને તેમના ડેબિટ કાર્ડ પિન પર મોકલવામાં આવેલા OTP સાથે દર વખતે તેમના ATMમાંથી રૂપિયા 10,000 અને તેથી વધુ ઉપાડવાની મંજૂરી આપે છે.
બેંકનો મેસેજ આવશેઃ ATM મશીનમાં ડેબિટ કાર્ડ દાખલ કરો અને સામાન્ય સૂચનાઓનું પાલન કરો, એકવાર રકમ દાખલ કરો, પછી OTP ઇનપુટ કરવા માટે સંકેત આપવામાં આવશે, OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થશે, એકવાર પાસવર્ડ દાખલ કરો, તે રકમ ઉપાડી લેવામાં આવશે, ઉપાડેલી રકમ સાથે બેંક તરફથી એક ટેક્સ્ટ પ્રાપ્ત થશે.
“SBI ATM પરના વ્યવહારો માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ સામે બાણરૂપ છે. છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. SBI ના ગ્રાહકોએ OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની જાણ હોવી જોઈએ.''---SBI