બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા ઇતિહાસ પુનઃલેખન કરવાના આરોપોને લઈને નવો વિવાદ ફાટી નીકળ્યો (Savarkar Flew Out Of Jail On Birds) છે. કર્ણાટક સરકારે પાઠ્યપુસ્તક સુધારણા સમિતિએ રાજ્યના સુધારેલા હાઈસ્કૂલ અભ્યાસક્રમમાં વિનાયક દામોદર સાવરકર પર એક પાઠ ઉમેર્યો છે. કન્નડ પાઠ્યપુસ્તકના ધોરણ 8ના ઉમેરવામાં આવેલા આ પાઠમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રી સાવરકર જ્યારે આંદામાન જેલમાં કેદ હતા, ત્યારે તેઓ પક્ષીની પાંખો પર બેસીને દેશ ભ્રમણ કરતા હતા. Savarkar fly on bird wings
આ પણ વાંચો : મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે માફી અરજી લખી હતી : રાજનાથ સિંહ
પાંખો પર બેસીને સાવરકર દ્વારા દેશભ્રમણ : આ પ્રકરણનો એક ફકરો આગળ જણાવે છે કે, સાવરકરને જ્યાં રાખવામાં આવ્યા હતા તે રૂમમાં એક પણ છિદ્ર નહોતું. પણ એક બુલબુલ તેના રૂમમાં આવતી અને સાવરકર જેલમાંથી બહાર તેની પાંખો પર બેસીને આવતા, જેથી તે દરરોજ પોતાની માતૃભૂમિને જોઈ શકે. Karnataka Class 8 text book savarkar