હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત (Saurav Ganguly Corona Positive) થયા છે. BCCIના સૂત્રોના મતે, ગાંગુલીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ (Saurav Ganguly Corona Positive) આવ્યો છે. અત્યારે સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમની તબિયત સ્થિર છે.
જાન્યુઆરીમાં પણ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
જાન્યુઆરી 2021માં ગાંગુલીને હૃદયમાં દુખાવા પછી તેમની એન્જિયોપ્લાસ્ટિ કરાવવી પડી હતી. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી જ્યારે ગાંગુલી ઘરે પહોંચ્યા ત્યારથી જ તેઓ ડોક્ટર્સની દેખરેખમાં હતા. થોડા દિવસ પહેલા વિરાટ કોહલી સાથેના વિવાદના કારણે પણ તે ચર્ચામાં રહ્યા હતા. બીજી તરફ સૌરવ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ફેન્સની ચિંતા વધી ગઈ છે.
દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધી 653 કેસ નોંધાયા
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાઈરસ સંક્રમણના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 653 કેસ (Omicron Cases in India) આવી ચૂક્યા છે. આ કેસ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાના 6,358 નવા કેસ નોંધાયા પછી (Corona Cases in India) દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,47,99,691 થઈ ગઈ છે. તો 293 દર્દીના મોત પછી મૃત્યુઆંક વધીને 4,80,290 થયો છે.