હૈદરાબાદ: તેલંગાણાના એક હેન્ડલૂમ વણકરે (Telangana Saree Weaver) માચીસના બોક્સમાં બંધ કરી શકાય એવી સાડી (Saree In A Match Box) ડિઝાઇન કરી છે. વણકરેે આ સાડીનું રાજ્યપ્રધાન કેટી રામારાવની સામે પ્રદર્શન કર્યું હતું. વણકરે તેમને કહ્યું કે જો તેને મશીન મળે તો તે બે દિવસમાં તૈયાર કરી શકે છે, નહીં તો છ દિવસ લાગે છે.
નાનકડા માચિસ બોક્સમાં સમાતી સાડી જોઇ પ્રભાવિત થયાં પ્રધાનો
તેલંગાણાના હેન્ડલૂમ વણકર (Telangana Saree Weaver) નાલ્લા વિજયની આ એવી સાડી બનાવી છે જે એક નાનકડા માચિસ બોક્સમાં (Saree In A Match Box) સંગ્રહિત કરી શકાય છે. આ સાડી રાજ્યના પ્રધાનો કે ટી રામા રાવ, પી સબિતા ઈન્દ્રરેડ્ડી, વી શ્રીનિવાસ અને એરાબેલી દયાકર રાવ સમક્ષ પ્રસ્તૂત કરવામાં કરવામાં આવી હતી.જે નિહાળીને પ્રધાનો ખૂબ જ પ્રભાવિત થયાં હતાં.
આ પણ વાંચોઃ Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો
વણકરે સાડી પ્રધાન સબિતા ઈન્દ્રારેડ્ડીને ભેટ આપી
પોતાની પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરનાર આ વણકર નાલ્લા વિજય રાજન્ના સિરસિલ્લા જિલ્લાના રહેવાસી છે. વિજયે તેની (Saree In A Match Box) સાડી પ્રધાન સબિતા ઈન્દ્રારેડ્ડીને ભેટ આપી હતી. વિજયે (Telangana Saree Weaver) કહ્યું કે તેને આવી સાડી તૈયાર કરવામાં લગભગ છ દિવસનો સમય લાગે છે, પરંતુ જો મશીનનો ઉપયોગ કરવામાં આવે તો તે માત્ર બે દિવસમાં તૈયાર થઈ શકે છે. આ સાડીને તમે તસવીરોમાં જોઈ શકો છો.
હાથવણાટની સાડીમાં મહેનતના મોંઘા મૂલ
વિજયે સાડીની કિંમત 12,000 રુપિયા (Hand Made Saree Value) બતાવી છે. તેમનું (Telangana Saree Weaver) કહેવું છે કે મશીન દ્વારા આવી સાડી (Saree In A Match Box)બનાવીએ તો તે 8000 રુપિયામાં બનાવી શકે છે.
આ પણ વાંચોઃ Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો