ETV Bharat / bharat

નિરંજની અખાડાના સંત રાકેશ પુરીનું હરિદ્વારમાં કોરોનાથી મોત - કુંભના મેળામાં કોરોનાનો રાફડો ફાટ્યો

નિરંજની અખાડાના સંત રાકેશ પુરી અમદાવાદથી હરિદ્વાર ખાતે કુંભના મેળામાં ગયા હતા. જ્યાં કોરોના સંક્રમિત થયા બાદ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

નિરંજની અખાડાના સંત રાકેશ પુરીનું હરિદ્વારમાં કોરોનાથી મોત

author img

By

Published : Apr 27, 2021, 10:03 PM IST

  • કુંભના મેળામાં ફાટ્યો હતો કોરોનાનો રાફડો
  • દેશભરમાંથી કરોડો લોકો હરિદ્વારમાં થયા હતા એકઠા
  • અત્યાર સુધી હજારો લોકો થઈ ચૂક્યાં છે સંક્રમિત

હરિદ્વાર: મંગળવારના રોજ ઉત્તરાખંડમાં કોરોનાના 5703 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 96 દર્દીઓના મોત નિપજ્યા હતા. આ 96 મોતમાં નિરંજની અખાડાના 60 વર્ષીય સંત રાકેશ પુરીનો પણ સમાવેશ થાય છે. તેઓ અમદાવાદથી હરિદ્વાર ખાતે કુંભના મેળામાં હાજરી આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: જુના અખાડાએ હરિદ્વારના મહા કુંભના સમાપનની ઘોષણા કરી

જૂના અખાડાએ મહાકુંભના સમાપનની કરી હતી ઘોષણા

કોરોનાએ ઉત્તરાખંડમાં કહેર ફેલાવ્યો છે. મહાકુંભમાં પણ કોરોનાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. કોરોના સંક્રમણની અસરના લીધે પ્રથમ નિરંજની અને આનંદ અખાડાએ કુંભ સમાપ્તિની ઘોષણા કરી હતી. જ્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીને બાકીના સ્નાનને પ્રતીકાત્મક રીતે લેવાની અપીલ કરી હતી. જે બાદ હવે જુના અખાડાએ પણ કુંભની સમાપ્તિની ઘોષણા કરી હતી.

આ પણ વાંચો: હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ

અગાઉ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું પણ થયું હતું નિધન

મધ્યપ્રદેશના ચિત્રકૂટથી હરિદ્વાર મહાકુંભમાં જોડાવા માટે આવેલા 65 વર્ષિય મહામંડલેશ્વર કપિલ દેવનું પણ 14 એપ્રિલના રોજ દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, મહામંડલેશ્વર કપિલ દેવને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કિડની ફેઈલ થઈ ગઈ હતી અને તાવની સમસ્યા હતી. કૈલાસ હોસ્પિટલના ડિરેક્ટર પવન શર્મા દ્વારા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.