ETV Bharat / bharat

વાનરત્રાસ: લોકો લાકડી લઈને નીકળ્યા, ચાલું ક્લાસે કપિરાજની કૂદાકૂદ - સંગરૂરમાં વાનર ત્રાસ

પંજાબના સંગરુરના આલમપુરમાં વાંદરાઓના (Massive Panic Of Monkey) ત્રાસથી પરેશાન લોકો બચવા માટે હાથમાં લાકડીઓ લઈને ચાલી રહ્યા છે. આટલું જ નહીં, બાળકોને શાળાએ છોડતી વખતે તેઓ લાકડી લઈને જાય છે, જેથી વાંદરાઓ તેમના પર હુમલો (Monkey Attack From Punjab) ન કરી શકે. વાંદરાઓના ત્રાસને કારણે લોકોને અહીં બહાર નીકળું જોખમી બની રહ્યું છે.

વાનરત્રાસ: ગામના લોકો લાકડી લઈને નીકળ્યા, ચાલું ક્લાસે કપિરાજની કૂદાકૂદ

author img

By

Published : Aug 8, 2022, 8:24 PM IST

સંગરૂર: પંજાબના જિલ્લા સંગરુરના આલમપુરમાં વાંદરાઓના ત્રાસથી ગ્રામજનો પરેશાન (Massive Panic Of Monkey) છે. પરિસ્થિતિ એવી છે કે ગામના ખૂણે ખૂણે દેખાતા વાંદરાઓ હાથમાં થેલી જોઈને રાહદારીઓ પર હુમલો (Monkey Attack From Punjab) કરે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે તેઓ સામાન ઉપાડી જાય છે. પોતાની સાથે લઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળતા પહેલા હાથમાં લાકડી (villagers carry sticks From Punjab village) લેવાનું ભૂલતા નથી. વાંદરાઓના આ આતંકથી બાળકો સૌથી વધુ (Monkey Panic in Punjab village) ડરી ગયા છે. જેના કારણે બાળકો શાળાએ જતા ડરે છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું, ચંબામાં ચોમેર તારાજી જુઓ વીડિયો

લાકડી લઈને શાળાએ: આ પરિસ્થિતિને જોતા ગામના લોકો હાથમાં લાકડીઓ લઈને બાળકોને શાળાએ મૂકવા જાય છે. રજા પછી આવી જ રીતે બાળકોને લેવા પણ આવે છે એ સમયે પણ લાકડી એમની સાથે હોય છે. શાળાની આસપાસ વાંદરાઓની સંખ્યા વધુ હોવાથી શિક્ષકો પણ લોકોને પોતાની સાથે રાખીને શાળા સુધી પહોંચે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગ છોડતા પણ ડરે છે. છેલ્લા બે મહિનામાં વાંદરાઓ કરડ્યા હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. શુક્રવારે પણ વાંદરાઓએ શાળામાં શિક્ષક પર હુમલો કર્યો હતો.

ચાલું ક્લાસે વાનરત્રાસ: આ અંગે બાળકોએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વર્ગમાં હોય છે ત્યારે વાંદરાઓ આવે છે. જેના કારણે શિક્ષકો તેમનો અભ્યાસ છોડી દે છે. વાંદરાઓને ભગાડવા લાગે છે. જેનાથી અમારો અભ્યાસ બગડે છે. અમે એકલા વર્ગની બહાર પણ જઈ શકતા નથી, તેથી અમે પંજાબ સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ વાંદરાઓ માટે કોઈ ઉકેલ શોધે.

આ પણ વાંચો: રસ્તા પરના ખાડાનો અનોખો વિરોધ, યુવાને સ્નાન કર્યું અને કપડાં પણ ધોયા

શું કહે છે શિક્ષકો: આ ગામની સરકારી શાળાની મુખ્ય શિક્ષિકા ગીતા રાની અને શિક્ષક વરિન્દર પાલે જણાવ્યું કે જ્યારે પણ તેઓ સવારે શાળાએ પહોંચે છે ત્યારે શાળાના ગેટ પર વાંદરાઓનું એક જૂથ જોવા મળે છે. જેમાંથી શાળામાંથી બહાર આવવું મુશ્કેલ બને છે. તેઓ શાળાની બહાર ઉભા રહે છે. વિદ્યાર્થીઓની સાથે સંબંધીઓની રાહ જુએ છે કારણ કે તેમની પાસે લાકડીઓ હોય છે. તેઓ તેમની સાથે શાળાએ જાય છે. શાળાના સમય દરમિયાન પણ વાંદરાઓ ઝાડ પર બેસી રહે છે. જ્યારે પણ તે વર્ગખંડમાંથી બહાર આવે છે ત્યારે વાંદરાના હુમલાનો ડર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.