નવી દિલ્હી : સનાતન પર ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરજદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારોએ કહ્યું છે કે, દ્વેષપૂર્ણ ભાષણથી સમાજમાં વિસંગતતા અને સાંપ્રદાયિક હિંસાનો ભય છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઉદયનિધિ સ્ટાલિન દ્વારા આપવામાં આવેલ નિવેદન સાંપ્રદાયિકતાને ભડકાવી શકે છે. આનાથી ભારતના સામાન્ય નાગરિકો અને ખાસ કરીને સનાતનની લાગણીને તકલીફ થઈ છે. આ પત્રમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવે તેની રાહ જોયા વિના આ બાબતનું સંજ્ઞાન લેવામાં આવે તેવી મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી છે. આ હસ્તીઓમાં ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોનો સમાવેશ થાય છે. જેમાં સુપ્રીમ કોર્ટના શાહીન અબ્દુલ્લી વિરુદ્ધ ભારત સંઘના તાજેતરના નિર્ણયને ટાંકવામાં આવ્યો છે.
દેશભરમાં હોબાળો : ઉલ્લેખનિય છે કે, ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરમાં હોબાળો શરૂ થયો હતો. તેની ચારે બાજુથી નિંદા થઈ રહી છે. વિવિધ આગેવાનો તરફથી ઉગ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. તેની સામે ભાજપ પ્રહારો કરી રહ્યું છે. ભાજપે ઉદયનિધિ સ્ટાલિનની સરખામણી હિટલર સાથે કરી હતી. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનોની મોટાભાગની રાજકીય પાર્ટીઓએ આકરી નિંદા કરી છે.
શું હતું નિવદેન ? જોકે હજુ સુધી તેની સામે કેસ નોંધવાની વાત સામે આવી નથી. સનાતનમાં માનતા ધાર્મિક નેતાઓએ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનોનો વિરોધ કરતા આકરી ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના મેલેરિયા, ડેન્ગ્યુ અને કોરોના સાથે કરી હતી. ઉપરાંત તેઓ પોતાના નિવેદન પર અડગ છે.