સેમ બહાદુર બાદ મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી કરાઈ - પ્રી પ્રોડક્શન શરુ
ડાયરેક્ટર મેઘના ગુલઝારની સેમ બહાદુર રીલિઝ થઈ ગઈ છે. જેને દર્શકો ઉપરાંત વિવેચકોએ પણ વખાણી છે. આ ફિલ્મમાં વિકી કૌશલના અભિનયની ચોમેર પ્રશંસા થઈ છે. જો કે મેઘનાએ પોતાની આગામી ફિલ્મમાં વિકી કૌશલને રીપીટ કરવાને બદલે સિદ્ધાર્થ મલ્હોત્રાને તક આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Sam Bahadur Meghana Gukzar Siddharth Malhotra
Published : Dec 12, 2023, 3:32 PM IST
મૂંબઈઃ રૂટિન સબ્જેક્ટને બદલે જરા હટકે વિષય પર ફિલ્મો બનાવવા માટે જાણીતી ડાયરેકટર મેઘના ગુલઝારની સેમ બહાદુર ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ટ્રીટમેન્ટ અને વિકી કૌશલના અભિનયના ચોમેર વખાણ થઈ રહ્યા છે. માત્ર પ્રેક્ષક જ નહિ પરંતુ વિવેચકોએ પણ ફિલ્મ વખાણી છે. ફિલ્મમાં એક ઐતિહાસિક ઘટનાને કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા સિવાય બહુ યોગ્ય રીતે રૂપેરી પડદે રજૂ કરાઈ છે.
બીજી ફિલ્મની તૈયારીઓ શરૂઃ સેમ બહાદુરની સફળતાને બરાબર એન્જોય કરી પણ નથીને મેઘનાએ બીજી ફિલ્મની તૈયારીઓ આરંભી દીધી છે. એક સત્યઘટના પર આધારિત ફિલ્મનું પ્રી પ્રોડકશન શરૂ થઈ ગયું છે. મેઘનાએ આ ફિલ્મમાં વિકી કૌશલ સંદર્ભે નો રીપિટ થીયરી એપ્લાય કરી છે. આ ફિલ્મમાં મેઘનાએ સિદ્ધાર્થ મલ્હોત્રાને લેવાનું નક્કી કર્યું છે.
છ મહિનામાં શૂટિંગ શરૂ થશેઃ મેઘના ગુલઝાર પોતાની ફિલ્મોને લઈને બહુ પઝેસિવ રહેતી હોય છે. તેથી જચ તે અન્ય ડાયરેક્ટર્સ કરતા બહુ ઓછી ફિલ્મો બનાવે છે. સેમ બહાદુર બાદ મેઘના પોતાની આગામી ફિલ્મને લઈને પણ બહુ ઉત્સાહી અને પઝેસિવ છે. તે સેમ બહાદૂર બાદ એક સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવા જઈ રહી છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ૬ મહિના જેટલા સમય સુધી ચાલવાનું છે. આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાયના પાત્રોનું પણ કાસ્ટિંગ થઈ જશે. મેઘનાએ આ ફિલ્મ સંદર્ભે દરેકે પ્રકારનું કંટેટ મટિરીયલ તૈયાર કરી રાખ્યું છે. મેઘના ગુલઝાર આ ફિલ્મમાં કોઈ પણ પ્રકારની કસર બાકી રાખવા માંગતી નથી તેથી તે સ્ટોરી, કાસ્ટિંગ અને લોકેશન સહિતના વિષયો પર પૂરતી મહેનત કરી રહી છે.