નવી દિલ્હી: JNU (Jawaharlal Nehru University) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દિલ્હીના રમખાણો અને ભડકાઉ ભાષણના અનેક કેસોમાં આરોપી, (Sharjeel Imam accused of inflammatory speech) શરજીલ ઇમામને સાકેત કોર્ટે જામીન આપ્યા હતા. (Saket court granted bail to Sharjeel Imam) કોર્ટ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (Citizenship Amendment Act) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (National Register of Citizens) વિરુદ્ધ શરજીલ ઈમામ દ્વારા કરવામાં આવેલા ભડકાઉ ભાષણ પર સુનાવણી કરી રહી હતી.
ભાષણને કારણે હિંસાઃ આ મામલામાં ઇમામ વિરુદ્ધ 2 સમુદાયો વચ્ચે, દુશ્મનાવટ ફેલાવવાની રાષ્ટ્રદ્રોહની કલમો હેઠળ કેસ (Sedition case against Sharjeel Imam) નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપ લગાવ્યો હતો કે, 2019માં દિલ્હીના જામિયાનગરમાં હિંસા ઈમામના ભાષણને કારણે થઈ હતી. જો કે, તે અત્યારે જેલમાં રહેશે કારણ કે, દિલ્હીના રમખાણો સંબંધિત કેસમાં તેની સામેની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
શરતો સાથે જામીનઃ સાકેત કોર્ટ કોમ્પ્લેક્સ સ્થિત, એડિશનલ સેશન્સ જજ અનુજ અગ્રવાલની કોર્ટે હકીકતને ધ્યાનમાં લીધી કે, ઇમામને કલમ 153A હેઠળના ગુના માટે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ મુજબ, ફરજિયાત કેદના સમય કરતા વધુ સમયગાળો જેલમા વિતાવ્યો છે સાથે જ સુપ્રીમ કોર્ટે, દેશદ્રોહના (Sedition case against Sharjeel Imam) મામલાની સુનાવણી સ્થગિત કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇમામને શરતો સાથે જામીન આપી શકાય છે.
આ હતો મામલોઃ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 15 ડિસેમ્બર 2019ના રોજ, પોલીસને માહિતી મળી હતી કે, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓએ CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શન કરીને રસ્તો બ્લોક કરી દીધો છે. આ મામલામાં તપાસ દરમિયાન એ સ્પષ્ટ થયું કે, 13 ડિસેમ્બર 2019ના રોજ શરજીલ ઈમામે જામિયા વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, ત્યારબાદ, 15 ડિસેમ્બરે વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. જે બાદ પોલીસે શરજીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ અને 2 સમુદાયો વચ્ચે (Sedition case against Sharjeel Imam) દુશ્મનાવટ ફેલાવવાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.