- પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે
- સમિતિના નિર્ણયોમાં વિલંબ કરવાનું કોઈ કારણ નથીઃ સચિન પાયલોટ
- અહેમત પટેલના અવસાન બાદ સમિતિનું કામ આગળ વધી શક્યુ નથીઃ પાયલોટ
જયપુર (રાજસ્થાન): જ્યારે સરકારે બે દિવસ પહેલા નાણા પંચના અધ્યક્ષ અને સભ્યોની ઘોષણા કરી હતી ત્યારે સચિન પાયલોટ કેમ્પની નારાજગી બાદ રચાયેલી સમિતિનું શું થયું તે અંગે ફરી એકવાર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ હતી. આ મુદ્દે રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટનું તાજેતરનું નિવેદન બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ રાહુલ અને પ્રિયંકાને મળ્યા સચિન પાયલટ, કોંગ્રેસે સમાધાન માટે સમિતિ બનાવી
સરકાર સમયાંતરે રાજકીય નિમણૂકો કરતી રહી છેઃ સચિન પાયલોટ
જ્યારે નિમણૂકો અને મંત્રીમંડળના વિસ્તરણ વિશે સચિન પાયલોટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર સમયાંતરે રાજકીય નિમણૂકો કરતી રહી છે. તેમનું માનવું છે કે, સરકારની અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. તેમણે તેમના ઘોષણા પત્રમાં જે વચનો કર્યા હતા તેને પૂરા કર્યા છે પરંતુ જે વચનો પૂરાં થયાં નથી અને સરકારના બાકીના કાર્યકાળમાં ઝડપથી તેઓ કામ કરશે. આ કાર્યોમાં રાજકીય નિમણૂકો અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ શામેલ છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ ફરી એકવાર જોવા મળશે એક સ્ટજ પર
જે સમિતિની રચના કરવામાં આવી છે તેના બે સભ્યો હવે આ કામગીરી પૂર્ણ કરશેઃ પાયલોટ
આ બન્ને કામો માટે પક્ષ અને સરકારે સાથે મળીને સહમતિ દર્શાવવી જોઈએ. પાયલોટે જણાવ્યુ હતુ કે, અહેમદ પટેલના અવસાન બાદ કમનસીબે 9 મહિના પહેલા બનેલી સમિતિનું કામ આગળ થઈ શક્યું નથી. હવે તેમને વિશ્વાસ છે કે કમિટી વધુ વિલંબ કરશે નહીં અને જે મુદ્દાઓ તેમણે ઉભા કર્યા હતા અને સર્વસંમતિ થઈ હતી તેના પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતુ કે, આ સમિતિની રચના સોનિયા ગાંધીના આદેશથી કરવામાં આવી છે અને તેમને સોનિયા ગાંધી પર પૂરો વિશ્વાસ છે કે, જે સમિતિની રચના કરવામાં આવી છે તેના બે સભ્યો હવે આ કામગીરી પૂર્ણ કરશે. સચિન પાયલોટે જણાવ્યુ હતુ કે, પેટા-ચૂંટણીઓ પણ 2 દિવસમાં પૂરી થઈ જશે અને પાંચ રાજ્યોની ચૂંટણીઓ પણ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેમને નથી લાગતું કે આ સમિતિના નિર્ણયો અને આદેશોના અમલીકરણમાં કોઈ વિલંબ થવો જોઈએ.