ETV Bharat / bharat

Rajasthan Politics: આખરે શું થશે 11 જૂને? સચીને કહ્યું, માંગ નહીં સ્વીકારાય તો આખા રાજ્યમાં આંદોલન - National News updates in Gujarati

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ શમવાનું નામ નથી લેતું. સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય જંગ ચાલુ છે. તારીખ 29મીએ દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની મધ્યસ્થી થયાને 3 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ ફોર્મ્યુલા આવી નથી. તો હવે તમામની નજર પાયલટ પર છે કે તે શું પગલું ભરે છે.

Rajasthan Politics: આખરે શું થશે 11 જૂને? સચીને કહ્યું, માંગ નહીં સ્વીકારાય તો આખા રાજ્યમાં આંદોલન

author img

By

Published : Jun 6, 2023, 12:22 PM IST

જયપુરઃ તારીખ 29 મેના રોજ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને પૂર્વ મુખ્ય પ્રધાન સચિન પાયલટ વચ્ચે રાજકીય ઉથલપાથલ રોકવા માટે આગેવાની લીધી હતી. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કરેલી 4 કલાકની બેઠક બાદ જાહેરાત કરી હતી કે, બંને નેતાઓ એકસાથે ચૂંટણી લડવા માટે સહમત થયા છે, તેથી એવું લાગતું હતું કે, હવે પાયલોટ અને ગેહલોત રાજસ્થાનમાં એકસાથે ચૂંટણી લડતા જોવા મળશે. પણ હવે એવું થતું દેખાતું નથી. સચિન પાયલટે જે રીતે તારીખ 31 મેના રોજ સ્પષ્ટ કર્યું હતું કે, તેમની માંગ ખોટી નથી. તેમની પ્રાથમિકતા તેમની માંગણીઓ પર કાર્યવાહી કરાઈ છે. તે આ મુદ્દાઓથી પાછળ હટવાના નથી.

કોઈ પગલાં નહીંઃ તારીખ 15 મેના રોજ સચિન પાયલટે સરકાર સમક્ષ વસુંધરા રાજે સરકાર દરમિયાન ભ્રષ્ટાચારની તપાસ, RPSCમાં ધરમૂળથી ફેરફાર અને પેપર લીકમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતરની ત્રણ માંગણીઓ રજૂ કરી હતી. પાયલોટની માંગણીઓમાં સરકારને એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો આ ત્રણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તે સમગ્ર રાજ્યમાં પોતાની જ સરકાર સામે આંદોલન કરશે. હવે તારીખ 31મી મે વીતી ગઈ છે. સરકાર દ્વારા પાયલોટના પ્રશ્નો અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

વિરોધ પ્રદર્શન કર્યુંઃ પૂર્વ પ્રધાન વસુંધરા રાજેના સમયમાં ભ્રષ્ટાચારના મામલામાં સચિન પાયલટે તારીખ 11 એપ્રિલથી રસ્તા પર પોતાનો વિરોધ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. તારીખ 11 એપ્રિલના રોજ સચિન પાયલટે જયપુરમાં એક દિવસીય ઉપવાસ કર્યા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ, તેથી સચિન પાયલટે તારીખ 11 મેના રોજ અજમેરથી જન સંઘર્ષ યાત્રા શરૂ કરી, જે 15 મેના રોજ જયપુર પહોંચી. તારીખ 15 મેના રોજ પાયલટે જાહેરાત કરી હતી કે, જો તારીખ 31 મે સુધીમાં તેમની માંગણીઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી ગાંધીવાદી રીતે તેમની માંગણીઓ ઉઠાવશે. આવી સ્થિતિમાં હવે તમામની નજર છે કે પાઇલોટ આગળ શું પગલું ભરે છે?

આ તારીખ મહત્ત્વનીઃ રાજસ્થાનમાં હવે તારીખ 11 જૂન પર બધાનું ધ્યાન કેન્દ્રીત થયું છે. તારીખ 11 જૂને સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ છે. આ દિવસ પાયલટ માટે પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તારીખ 11 જૂન સુધી પણ જો સ્થિતિ એવી જ રહી તો પાઇલોટ મોટી જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચે સમાધાન કરાવવાની કમાન સંભાળી હતી. ચૂંટણીમાં કોને શું મળશે તે બંને નેતાઓએ હાઈકમાન્ડ પર છોડી દીધું છે.

  1. CM ગેહલોતનો બાડમેરમાં મહિલાઓ સાથે વાતચીત દરમિયાન થયા ગુસ્સે, માઈક ફેંકી દીધું
  2. અશોક ગેહલોત સુરતના પ્રવાસે, હેમા માલિની અંગે નિવેદન આપનારા પોતાના પ્રધાનની કરી ટીકા, કહ્યું- મર્યાદામાં રહીને બોલવું જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.