- વિદેશ પ્રધાન અમેરીકાના પ્રવાસ પર
- 2 ઉચ્ચ સ્તરીય બેઠકનું કરશે આયોજન
- અફઘાનિસ્તાન પર પણ કરવાવમાં આવશે ચર્ચા
દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર તાલિબાન અને આંતકવાદ મૃદ્દા પર થનાર સુરક્ષા પરિષદ બેઠકની અધ્યક્ષતા કરશે. આ મુદ્દે ગંભીરતાથી વિચાર રાખવાની આશા છે. વિદેશપ્રધાન ઘણા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરીકાના 4 દિવસીય પ્રવાસ પર ગયા છે. આ કાર્યક્રમોમાં આતંકવાદ પર પણ ચર્ચા થશે, જે સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા હેઠળ આયોજીત કરવામાં આવશે.
2 ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
વિદેશ મંત્રાલય અનુસાર જયશંકર રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ રક્ષા પર એક ખુલૂ ચર્ચાની પણ અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે , " વિદેશ પ્રધાન એસ જયશંકર સયુક્ત પરિષદની ભારતની અઘ્યક્ષતા દરમિયાન ન્યુયોર્કની યાત્રા કરશે અને 18 અને 19 ઓગસ્ટે 2 ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત
અફઘાનિસ્તાન પર નજર
ભારતને એક જાન્યુઆરીએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષાના અસ્થાયી સદસ્ય તરીકે પોતાના 2 વર્ષના કાર્યકાળને પૂરો કર્યો અને ઓગસ્ટમાં શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા સંભાળી રહ્યા છે. મંત્રાલયે કહ્યું , "વિદેશ પ્રધાન જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટીયો ગુતારેસ સાથે મુલાકાત કરી અને યુદ્ધથી પડી ભાંગેલા અફધાનિસ્તાનની પરિસ્થિતી પર ચર્ચા કરી હતી. જયશંકરે ટ્વીટ કરી હતી કે, મહાસચિવ એન્ટીયો ગુતારેસ સાથે મુલાકાત કરી ખુશી મળી. યુએન સુરક્ષા પરિષદની બેઠક બાદ અમારુ ધ્યાન અફઘાનિસ્તાન પર છે.