ETV Bharat / bharat

રશિયન NSA નિકોલે પેત્રુશેવ NSA અજિત ડોભાલ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરાશે ચર્ચા - વ્લાદિમીર પુતિન

ભારત અને રશિયા આગામી 10 દિવસોમાં 2 મહત્ત્વપૂર્ણ આભાસી શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આમાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સામેલ છે.

રશિયન NSA નિકોલે પેત્રુશેવ NSA અજિત ડોભાલ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

author img

By

Published : Sep 8, 2021, 11:48 AM IST

  • રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારતના પ્રવાસે
  • નિકોલે પેત્રુશેવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે કરી મુલાકાત
  • નિકોલે પેત્રુશેવે વડાપ્રધાન અને વિદેશ પ્રધાનને પણ મળે તેવી શક્યતા

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ના અફઘાનિસ્તાન પર પરામર્શ માટે એક સ્થાયી દ્વિપક્ષીય ચેનલ બનાવવા પર સંમત થયાના 2 સપ્તાહ બાદ રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ઉચ્ચસ્તરીય ચર્ચા માટે ભારતના પ્રવાસ પર છે. અહીં તેમણે સમકક્ષ અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વડાપ્રધાનને પણ મળે તેવી સંભાવના છે. આ પહેલા એપ્રિલમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે દિલ્હીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ વડાપ્રધાન સાથે મુલાકાત નહતી કરી.

આ પણ વાંચો- આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે

NSA અજિત ડોભાલે રશિયાના સમકક્ષ જનરલ નિકોલાઈ પાત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ આજે (બુધવારે) પોતાના રશિયાના સમકક્ષ જનરલ નિકોલાઈ પાત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને અધિકારી અફઘાનિસ્તાન મુદ્દા પર ચર્ચા કરી હતી. રશિયા સુરક્ષા પરિષદના સચિવ જનરલ નિકોલાઈ પાત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નિમંત્રણ પર ભારત આવી રહ્યા છે. સાઉથ બ્લોકમાં આ પ્રવાસને મોસ્કોથી એક સંકેત તરીકે જોવાઈ રહ્યો છે, જે તાલિબાનને સત્તામાં આવવા અને અમેરિકા દ્વારા અરાજક નિકાસ પૂરા કર્યા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિમાં એક પ્રમુખ ખેલાડી તરીકે ઉભર્યું છે.

આ પણ વાંચો- શિક્ષક પર્વ સંમેલનમાં PM Modiનું સંબોધન, નવું ભારત નવા સંકલ્પ લઈ રહ્યું છે

9 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી બ્રિક્સ શિખર સંમેલનનું હોસ્ટિંગ કરશે

આ સિવાય ભારત અને રશિયા આગામી 10 દિવસોમાં 2 મહત્ત્વપૂર્ણ આભાસી શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આમાં બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સામેલ છે. અહીં અફઘાનિસ્તાન અંગે વાતચીત થવાની સંભાવના છે. 9 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી બ્રિક્સ શિખર સંમેલનનું હોસ્ટિંગ કરશે, જેમાં પુતિન પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારબાદ 16-17 સપ્ટેમ્બરે એસસીઓ શિખર સંમેલન થશે. જ્યારે મોદીના ફરી એક વાર રશિયાના નેતા સાથે મુલાકાત થવાની સંભાવના છે.

ચીની રાષ્ટ્રપતિ શિખર સંમેલનમાં ભાગ લે તેવી શક્યતા

તાલિબાનની મદદ કરવામાં પાકિસ્તાનની સક્રિય ભૂમિકાના કારણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના બંને શિખર સંમેલનમાં ભાગ લેવાની આશા છે. કારણ કે, તેમનો દેશ પણ અફઘાનિસ્તાનમાં એક પ્રમુખ ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, રશિયન NSAથી જોડાયેલા વિચાર-વિમર્શ 24 ઓગસ્ટે મોદી અને પુતિન વચ્ચે ટેલિફોન પર વાતચીતનું ફોલોઅપ છે. બંને નેતાઓએ વિચાર વ્યક્ત કર્યો હતો કે, બંનેએ વ્યૂહાત્મક ભાગીદારો માટે એક સાથે કામ કરવું જરૂરી છે. આ સાથે જ તેમના વરિષ્ઠ અધિકારીઓને અફઘાનિસ્તાન પર સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.