ETV Bharat / bharat

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે મોદી સરકાર મોકલશે 4 કેન્દ્રીય પ્રધાન - યુક્રેનમાં ફસાયેલા ભારતીયો

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને ખાર્કિવ શહેર (Russia Ukraine War) પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. જેને લઈને મોદી સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા (Indians stranded in Ukraine) માટે નવો પ્લાન બનાવ્યો છે. જેમાં 4 કેન્દ્રીય પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે મોદી સરકાર મોકલશે 4 કેન્દ્રીય પ્રધાન

author img

By

Published : Feb 28, 2022, 12:48 PM IST

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક (pm modi calls high level meeting on the ukraine crisis ) બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓના બચાવ કાર્યમાં (Indians stranded in Ukraine) મદદ કરવા યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે.

આ પણ વાંચો: Russia Ukraine War : સરકાર વિધાર્થીઓના માતા-પિતા બની તેમને વતન પરત લાવી : જીતુ વાઘાણી

યુદ્ધનો પાંચમો દિવસ

ઉલ્લેખનીય છે કે, આજે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો (russia declares war on ukraine) પાંચમો દિવસ છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને ખાર્કિવ શહેર પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે, રશિયાએ તેમની હત્યા કરવા માટે 400 થી વધુ હત્યારાઓને ભાડે કિવ મોકલ્યા છે. અહીં મોદી સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે નવો પ્લાન બનાવ્યો છે. જેમાં ચાર પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે.

ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ આવી

આ પહેલા યુક્રેનથી 249 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હી આવી પહોંચી છે. આ ફ્લાઈટે રવિવારે રાત્રે રોમાનિયાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. વિદેશ પ્રધાને ટ્વીટ કરીને આ જાણકારી આપી. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોને મળીને ભાવુક થઈ ગયા હતા. તેઓએ તેમના પ્રિયજનોનું ફૂલો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું.

આ પણ વાંચો: Russia Ukraine War: આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 5મો દિવસ, રશિયન ન્યુક્લિયર ફોર્સ હાઇ એલર્ટ પર

વિશ્વના સૌથી મોટા વિમાનને તોડી પાડ્યું

વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. વાસ્તવમાં AN-225 'Mriya' જેને યુક્રેનમાં 'ડ્રીમ' કહેવામાં આવે છે તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની ગણતરી વિશ્વના સૌથી મોટા કાર્ગો એરક્રાફ્ટ તરીકે કરવામાં આવી હતી. રશિયન ગોળીબારના કારણે કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર વિમાન બળીને ખાખ થઈ ગયું હતું.

યુક્રેનના 1684 લોકો ઈજાગ્રસ્ત

યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે મંત્રાલય દ્વારા એ નથી જણાવવામાં આવ્યું કે, અત્યાર સુધીમાં કેટલા સૈનિકો માર્યા ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.