ETV Bharat / bharat

રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસના નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ - સંસદ

રાજ્યસભામાં સતત બીજા દિવસે ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા આનંદ શર્માએ નિયમ 267 ટાંકીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પેગાસસનો મુદ્દો સલામતી સાથે સંબંધિત છે. આ અંગે તાત્કાલિક ચર્ચા થવી જોઈએ. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, નિયમ 267 હેઠળ નોટિસ આપવામાં આવી છે. આવા કિસ્સામાં, અંતિમ નિર્ણય અધ્યક્ષનો રહેશે.

રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસની નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ

author img

By

Published : Jul 20, 2021, 5:19 PM IST

  • પેગાસસને લઈને સતત બીજા દિવસે રાજ્યસભામાં હોબાળો થયો હતો
  • વડાપ્રધાન મોદીએ સંસદના મોનસૂન સત્રમાં થયેલા હોબાળા અંગે ચિંતા વ્યક્ત કરી હતી
  • વડાપ્રધાને કહ્યું વિરોધી પક્ષે ચર્ચામાં ભાગ લેવો જોઈએ

નવી દિલ્હી: ઇઝરાઇલી સ્પાઇવેયર પેગાસસને લઈને સતત બીજા દિવસે રાજ્યસભામાં હોબાળો થયો હતો. વડાપ્રધાન મોદીએ સંસદના ચોમાસા સત્રમાં થયેલા હોબાળા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિપક્ષના વલણ પર ભારે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાને ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં કહ્યું કે, ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. વડાપ્રધાને કહ્યું છે કે, આ માટે વિરોધી પક્ષોએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.

નિયમ 267 હેઠળ ઘણી નોટિસ આવી છે

દરમિયાન, આજે એક રસપ્રદ ઘટનામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ રાજ્યસભાના નિયમ 267નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યાં સુધી આ નિયમ અસ્તિત્વમાં છે ત્યાં સુધી રાષ્ટ્રિય મહત્વ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓની રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ. આ અંગે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, નિયમ 267 હેઠળ તેમની પાસે ઘણી નોટિસ આવી છે. આવી સ્થિતિમાં રાજ્યસભામાં કયા મુદ્દે ચર્ચા થશે, તે અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

શું નિયમ છે 267 ?

કોઈપણ સદસ્ય રાજ્યસભાના સભાપતિની સંમતી સાથે, એ પ્રસ્તાવ કરી શકશે કે તે દિવસે રાજ્ય સભા સમક્ષ સૂચિબદ્ધ કાર્યને લગતા કોઈપણ પ્રસ્તાવ પર કોઈપણ નિયમનું લાગુ થવુ સ્થગિત કરાશે. જો રાજ્યસભામાં સભ્યનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો સંબંધિત નિયમ તે સમય માટે સ્થગિત કરવામાં આવશે. રાજ્યસભાની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા નિયમ મુજબ, નિયમોના કોઈ ચોક્કસ અધ્યાય હેઠળ કોઈપણ નિયમને સ્થગિત કરવા માટે જો કોઈ ચોક્કસ જોગવાઈ પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો, નિયમ 267નો નિયમ લાગુ થશે નહીં.

વિપક્ષ પાર્ટીઓએ કરેલા હોબાળાના કારણે સોમવારે સંસદની કામગીરી ખોરવાઈ હતી

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટીઓએ કરેલા હોબાળાને કારણે સોમવારે સંસદની કામગીરી ખોરવાઈ હતી. હંગામો થવાના કારણે પણ વડાપ્રધાન કોઈ પણ ગૃહમાં પ્રધાન પરિષદના સભ્યોની રજૂઆત કરી શક્યા નહીં. બાદમાં તેમણે ગૃહના ટેબલ પર પ્રધાનોની સૂચિ મૂકવાની હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.