નવી દિલ્હી: દિવાળી પહેલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે (RSS leader in nizamudding dargah) શનિવારે હઝરત નિઝામુદ્દીન દરગાહ, નવી દિલ્હીની મુલાકાત લીધી અને પરિસરની અંદર માટીના દીવા પ્રગટાવ્યા હતા. આ સાથે જ RSSની મુસ્લિમ પાંખ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે દેશમાં શાંતિ અને સમૃદ્ધિની હાકલ કરી હતી. આરએસએસ નેતાઓએ (Indresh Kumar pays visit to Nizamuddin dargah) કહ્યું કે, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક અને વરિષ્ઠ RSS નેતા ઈન્દ્રેશ કુમાર નિઝામુદ્દીન દરગાહ સંકુલની અંદર 'માટીના દીવા' પ્રગટાવવાથી શાંતિ, સમૃદ્ધિ અને સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો મળે છે.
ભારત યાત્રાધામો, તહેવારો અને મેળાઓની ભૂમિ છે: RSS નેતા ઈન્દ્રેશ કુમાર (RSS leader Indresh Kumar) શનિવારે દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહ પહોંચ્યા હતા. તેમણે સૂફી સંતોની દરગાહ પર ફૂલ અને ચાદર પણ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે દિવાળીનો તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તે દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ તહેવાર તમામ ધાર્મિક મતભેદો અને પ્રાંતો વચ્ચેના તફાવતોને ભૂંસી નાખે છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, ભારત યાત્રાધામો, તહેવારો અને મેળાઓની ભૂમિ છે. તેઓ બધા ગરીબોને રોટલી આપે છે અને એકબીજામાં ભાઈચારો વધે છે. તેમણે કહ્યું કે, દરેક તહેવાર આપણને શીખવે છે કે, આપણે ધર્માંધતા, દ્વેષ, હુલ્લડો કે યુદ્ધ નથી જોઈતા. અમે શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો ઈચ્છીએ છીએ.
મોહન ભાગવતે મસ્જિદ અને મદરેસાની મુલાકાત લીધી હતી: કોઈને પણ ધર્મ પરિવર્તન કરવા અને હિંસા કરવા માટે દબાણ ન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના ધર્મ અને જાતિનું પાલન કરવું જોઈએ. બીજાના ધર્મોની ટીકા અને અપમાન ન કરો. જ્યારે દેશમાં તમામ ધર્મોનું સન્માન થશે, ત્યારે દેશ પથ્થર ફેંકનારા કટ્ટરપંથીઓથી મુક્ત થશે. ભારત એકમાત્ર એવો દેશ છે, જે તમામ ધર્મોને માન આપે છે અને સ્વીકારે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ઈન્દ્રેશ કુમાર RSS નેતા (RSS leader in nizamudding dargah) મોહન ભાગવત સાથે અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ ડૉ. ઉમર અહેમદ ઈલ્યાસીને મળવા ગયા હતા. RSSના વડાએ તે દિવસે, રાષ્ટ્રીય રાજધાનીમાં એક મસ્જિદ અને મદરેસાની પણ મુલાકાત લીધી હતી.