ETV Bharat / bharat

આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા - હોસ્પિટલના ખોટા બિલ

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ બહાર જમવા જાય ત્યારે એની વાનગીની કિંમતને ઘ્યાને (Food Order in Restaurants) રાખીને ઓર્ડર કરે છે. બિરયાનીનું (Biryani Bill From West Bengal) નામ સાંભળતા જ સ્વાદપ્રેમીના મોઢામાં પાણી આવી જાય છે. પણ બંગાળમાંથી એક હોસ્પિટલને આ બિરયાની રૂપિયા 3 લાખમાં (Rs 3 lakh Biryani bill) પડી છે. અંતે આ મામલે વહીવટી તંત્ર સુધી પહોંચી ગયો હતો.

આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા

author img

By

Published : May 14, 2022, 10:16 PM IST

કટવા: કટવા ડિવિઝનલ હોસ્પિટલમાં (Katwa Division Hospital) હોસ્પિટલનું બિરયાનીનું બિલ આશરે ત્રણ લાખ રૂપિયા (Biryani Bill 3 Lakh) આવતા વહીવટી તંત્રના અધિકારીઓની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કટવા હોસ્પિટલમાં (Government Hospital Katwa) રૂપિયા ત્રણ લાખ રૂપિયાનું બિલ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. દવાઓની ખરીદી સાથે સરેરાશ કરતા બિલ કરોડ રૂપિયાને પાર થઈ ગયું હતું. જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર એક કે બે નહીં પણ કુલ 81 આવા બિલ (Fake bill Scame in Hospital) સામે આવ્યા હતા.

આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા
આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા

આ પણ વાંચો:Arrest of sandal thief : રક્ત ચંદનની ચોરીના નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો, જાણો અધધ ચંદન ચોરીનો કેસ

એક નહીં કુલ 81 બિલ: ત્રણ દિવસ પહેલા પણ આવા કેટલાક બિલ સોંપવામાં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, બિલના પૈસા છેલ્લા કેટલાક સમયથી અટવાયેલા છે. તેથી આવા બિલનો નીવેડો લાવવો પડશે. જ્યારે અધિકારી બિલ ચેક કરવા માટે ગયા તો એના હોંશ ઊડી ગયા હતા. અધિકારીઓની પણ આંખ ચાર થઈ ગઈ હતી. હોસ્પિટલ માટે મંગાવવામાં આવેલી બિરયાનીનું બિલ રૂપિયા 3 લાખ આવ્યું હતું. એ પછી દવા, ફર્નિયર જેવી વસ્તુઓની ખરીદીનો ટોટલ કરવામાં આવ્યો તો બિલ કરોડને પાર કરી ગયું. જ્યારે અલગ અલગ ખર્ચાઓના બિલ અંગે તપાસ કરવામાં આવી ત્યારે કુલ 81 બિલ આ પ્રકારે મોટી રકમના મળ્યા. હોસ્પિટલના સુત્ર અનુસાર કિંગ્શુક ઘોષ નામનો એક કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડે છે.

કોન્ટ્રાક્ટરે મોકલ્યું બિલ: આ કોન્ટ્રાક્ટરે જુદી જુદી ચીજ વસ્તુઓ જેમ કે, બિરયાનીથી લઈને ફર્નિચર, છોડવા વગેરે હોસ્પિટલને સપ્લાય કર્યું હતું. એની પાસેથી કુલ 81 બિલ મળી આવ્યા હતા. બિલ સામે આવતા હવે ઊલટ તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ અધિક્ષકે યુદ્ધના ધોરણે જે તે ખાતાના અધિકારીઓની બેઠક બોલાવી અને આ પ્રકારના બિલ અંગે ચર્ચા કરી છે. પછી જિલ્લા આરોગ્ય વિભાગ સુધી આ મામલો પહોંચ્યો હતો. પછી આ પ્રકારના ભૂતિયા બિલ અંગે સ્વીકાર કરાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના રીપોર્ટ અનુસાર ખોટું અને મોટી રકમનું બિલ મૂકીને રોકડી કરવાનો આરોપ સાચો પુરવાર થયો છે. બિલ પર સહી કરનારા દરેક જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ થશે. દોષિત સાબિત થયા તો કાયદેસરના પગલાં લેવાશે.

આ પણ વાંચો: Kidnapping in Surat: સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પિતાએ કર્યું પુત્રનું અપહરણ

શું કહે છે સરકારી અધિકારી: જિલ્લા આરોગ્ય અધિકારી સુવર્ણા ગોસ્વામીએ કહ્યું કે, ભૂતિયા બિલ અંગે અમને ઘણી ફરિયાદ મળી છે. હાલમાં આ કેસમાં અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. કેસમાં ઘણી વાત સાચી લાગી રહી છે. રીપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીને સોંપાશે. પછી આ અંગે જવાબદાર અધિકારીઓ સામે નિર્ણય લેવાશે. આવા બિલની રકમ જોતા ચોંકી જવાય. સૌવિક આલમે તાજેતરમાં જ કટવા ડિવિઝન હોસ્પિટલમાં અધિક્ષક તરીકેની જવાબદારી સંભાળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.