ETV Bharat / bharat

RPN Singh Joins BJP: ભાજપમાં શામેલ થયા આરપીએન સિંહ, ગિન્નાયેલી કોંગ્રેસે ગણાવ્યા 'કાયર' - આરપીએન સિંહ ભાજપમાં શામેલ

કોંગ્રેસથી અલગ થયેલા આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેંસમાંથી રાજીનામું આપ્યા બાદ આરપીએન સિંહે કહ્યું કે તેઓ પોતાના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે આરપીએન સિંહને કાયર ગણાવ્યા છે.

RPN Singh Joins BJP: ભાજપમાં શામેલ થયા આરપીએન સિંહ, ગિન્નાયેલી કોંગ્રેસે ગણાવ્યા 'કાયર'

author img

By

Published : Jan 25, 2022, 4:46 PM IST

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ (RPN Singh Joins BJP) ગયા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું (RPN Singh Resigns From Congress) આપીને બીજેપી જોઇન કર્યું છે. આરપીએન સિંહે કહ્યું કે, લોકશાહીને નબળી કરવામાં આવી રહી છએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં આરપીએન સિંહે લખ્યું કે, કોંગ્રેસની સદસ્યતાથી તાત્કાલિક રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે, તેઓ પોતાના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે.

કોંગ્રેસમાં હવે પહેલા જેવો માહોલ નથી - આરપીએન સિંહ

આરપીએન સિંહના બીજેપીમાં જોડાવાના પ્રસંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર સહિત યુપી બીજેપીના ઘણા નેતાઓ હાજર હતા. આરપીએન સિંહના બીજેપીમાં જોડાવાના પ્રસંગે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ હાજર હતા. ભાજપમાં જોડાયા બાદ આરપીએન સિંહ સંતુષ્ટ જણાતા હતા. તેમણે કહ્યું કે, જે પાર્ટીમાં હું 32 વર્ષ રહ્યો, તેમાં હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો. ઘણા વર્ષોથી લોકો મને કહેતા હતા કે, મારે ભાજપમાં જોડાવું જોઈએ, પરંતુ આજે હું એટલું કહી શકું છું કે, દેર આયે, દુરસ્ત આયે. યુપી (UP assembly election 2022) ભારતનું હૃદય છે, યુપીમાં પ્રગતિ થશે તો દેશમાં પ્રગતિ થશે.

આ પણ વાંચો: UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા

ધર્મેન્દ્ર પ્રધાને આરપીએન સિંહનું ભાજપમાં સ્વાગત કર્યું

તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં કાયદો અને વ્યવસ્થા (Law and order In Uttar Pradesh) સુધારવા માટે કામ કરવામાં આવ્યું છે. આરપીએન સિંહે કહ્યું કે, દેશ અને યુપીના નિર્માણમાં એક નાના કાર્યકર તરીકે તેમને જે પણ ભૂમિકા મળશે તે તેઓ નિભાવશે. ઉત્તર પ્રદેશ ભાજપના વડા (Uttar Pradesh BJP chief) સ્વતંત્ર દેવ સિંહે આરપીએન સિંહને પાર્ટીની સદસ્યતાની સ્લિપ આપી. ધર્મેન્દ્ર પ્રધાને આરપીએન સિંહનું ભાજપમાં સ્વાગત કર્યું. પ્રધાને કહ્યું કે, જ્યારે આરપીએન સિંહ કોંગ્રેસ પાર્ટીમાં હતા, ભારત સરકારમાં નોર્થ બ્લોકમાં બેસતા હતા, ત્યારે તેમને તેમણે કહ્યું હતું કે, તમારા જેવા વ્યક્તિએ નરેન્દ્ર મોદીજી સાથે હોવું જોઈએ.

બીજેપીમાં શામેલ થતા પહેલા કર્યું હતું ટ્વીટ

આરપીએન સિંહે બીજેપીમાં જોડાવાના થોડા સમય પહેલા ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, તેઓ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડાના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, જ્યારે દેશ ગણતંત્ર દિવસ (republic day 2022)ની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તેઓ પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022 : કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં કન્હૈયા અને હાર્દિક પટેલ સામેલ

કોંગ્રેસે આરપીએન સિંહને ગણાવ્યા કાયર

આરપીએન સિંહના પાર્ટીમાંથી રાજીનામા પર કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહી છે તે બહાદુરીથી જ લડી શકાય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે સંઘર્ષ લડી રહી છે, તે માટે હિંમત અને તાકાતની જરૂર છે. સુપ્રિયાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહી છે તે કાયર લોકો ના લડી શકે.

3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે આરપીએન સિંહ

ઉલ્લેખનીય છે કે આરપીએન સિંહ યુપીની રાજનીતિમાં સક્રિય રહી ચૂક્યા છે. આવામાં યુપી વિધાનસભા ચૂંટણીથી પહેલા આરપીએન સિંહનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યું છે. આરપીએન સિંહ ઉત્તર પ્રદેશથી ત્રણવાર ધારાસભ્ય અને એકવાર સાંસદ રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.