નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે એકસાઈઝ પોલીસી કેસમાં આરોપી સમીર મહેન્દ્રૂને તેની પત્નીની સારવાર માટે વચગાળાના જામીન આપ્યા છે. સ્પેશિયલ જજ એમ કે નાગપાલે 2 લાખ રુપિયા ભરવાનો આદેશ કરીને વચાગાળાના જામીન આપ્યા છે. જો કે સમીર મહેન્દ્રૂએ 4 અઠવાડિયાના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
કોર્ટે સમીરની પત્નીના મેડિકલ ડોક્યૂમેન્ટ્સની ચકાસણી કરીને આ વચગાળાના જામીન મંજૂર કર્યા. કોર્ટે જણાવ્યું કે સમીર મહેન્દ્રૂને અગાઉ પણ વચગાળાના જામીન મળ્યા હતા. તેમાં તેમણે એકપણ શરતનું ઉલ્લંઘન કર્યુ નહતું. તેથી તેમને વધુ 2 અઠવાડિયાના વચગાળાના જામીન આપવામાં કોઈ સમસ્યા નથી. આરોપી દિલ્હીના સ્થાનિક રહેવાસી છે. તેઓ પ્રખર સામાજિક વ્યક્તિ છે. આ જો તે 2 અઠવાડિયાના વચગાળાના જામીન આપવામાં કશું વાંધાજનક નથી.
આ અગાઉ હાઈ કોર્ટે સમીર મહેન્દ્રૂને તેની નાદૂરસ્ત તબિયતને આધારે વચગાળાના જામીન આપ્યા હતા. 6 જાન્યુઆરી 2023ના રોજ ઈડીએ દિલ્હી લીકર પોલીસી મામલે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં 12 લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં 5 વ્યક્તિઓ અને 7 કંપનીઓના નામ હતા. આ ચાર્જશીટમાં ઈડીએ જે 3 લોકોને આરોપી બનાવ્યા તેમાં વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, શરદચંદ્ર રેડ્ડી, વિનય બાબુ અને અમિત અરોરા સામેલ છે. આ અગાઉ કોર્ટે 20મી ડિસેમ્બર 2022ના રોજ ઈડી તરફથી દાખલ કરવામાં આવેલ પ્રથમ ચાર્જશીટ ધ્યાને લીધી હતી. ઈડીએ 26 નવેમ્બર 2022ના રોજ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના સાંસદને આરોપી બનાવવામાં આવ્યા હતા. મનીષ સિસોદીયા અને સંજય સિંહ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.