- દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા મુદ્દે સોમવારે કેજરીવાલ સરકાર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે
- 5 વર્ષમાં એક તૃતીયાંશ પ્રદૂષણ ઘટાડશે
- લાંબા ગાળાના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે
નવી દિલ્હી: દર વર્ષે દિલ્હીનું શિયાળામાં પ્રદૂષણ જોખમી સ્તર પર પહોંચે છે. આ વર્ષે દિલ્હી સરકારને આવી મુશ્કેલીનો સામનો કરવો ના પડે તે માટે દિલ્હી સરકારે તેની તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયના નેતૃત્વમાં આ અંગે ચર્ચા કરવા માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ચર્ચાનો વિષય છે કે, 2021ની શિયાળાની શરૂઆત પહેલા દિલ્હીમાં હવાના પ્રદૂષણને ઘટાડવાનાં ઉપાયો.
આ પણ વાંચોઃ વાયુ પ્રદૂષણ દેશને ગુંગળાવી રહ્યું છે
આ સંમેલન 12 અને 13 એપ્રિલના રોજ યોજાશે
આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને NGOનાં પ્રતિનિધિઓ અને અગ્રણી નાગરિક સમાજ સંસ્થાઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદ દિલ્હીમાં હવાના પ્રદૂષણને ઘટાડવા માટેના વધુ પગલાઓની ઓળખ કરવામાં મદદ કરશે. 12 અને 13 એપ્રિલના રોજ બપોરે 12થી બપોરે 2 વાગ્યે યોજાશે. આ અંગે પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું છે કે, સરકાર હવા પ્રદૂષણ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. ગોપાલ રાયે કહ્યું છે કે પર્યાવરણની સ્થિતિ સુધારવા માટે છેલ્લા 6 વર્ષમાં તેમની સરકારે કરેલા કામથી દિલ્હીના પ્રદૂષણને ઘટાડવાની સકારાત્મક શરૂઆત થઈ છે પરંતુ તે પૂરતું નથી. તેથી દિલ્હી સરકારે આગામી પાંચ વર્ષમાં પ્રદૂષણના સ્તરને નોંધપાત્ર ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓ લોકોને ખાતરી આપી છે કે, તેની સાથે મળીને આગામી પાંચ વર્ષમાં દિલ્હીના પ્રદૂષણના સ્તરને એક તૃતીયાંશ ઘટાડશે.
આ પણ વાંચોઃ દિલ્હીનું પ્રદૂષણ સ્તરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, 308 નોંધાયું એર ક્વાલિટી ઇન્ડેકસ
આ નિષ્ણાંતો સંમેલનમાં જોડાશે
સોમવારથી શરૂ થઇ રહેલા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અંગે ગોપાલ રાયે જણાવ્યુ હતુ કે, IIT કાનપુરના ડો. મુકેશ શર્મા, IIT દિલ્હીના ડો.સગ્નિક ડે, ટેરીના સુમિત શર્મા, સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સંતોષ હરીશ, એર પોલ્યુશન એક્શન ગ્રુપ કે વિજય ચડ્ઢા, કાઉન્સિલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટના કાર્તિક ગણેશન, CSEની અનુમિતા રોય, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલીજીના પ્રોફેસર ગુફરાન બેગ જોડાશે. ગોપાલ રાયે જણાવ્યુ હતુ કે, શિકાગો યુનિવર્સિટીની એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સિદ્ધાર્થ વિરમાની પણ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વાત કરશે. નિષ્ણાંતો અને સંગઠનો તરફથી મળેલા સૂચનોના આધારે સરકાર દિલ્હીમાં પ્રદૂષણને લગતા નિયંત્રણ માટે લાંબા ગાળાની યોજના ઘડશે.