રાજસ્થાન પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરા જઈ રહેલા ગુજરાતી જાત્રુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર એકબીજા સાથે (Pali Road Accident) અથડાયા હતા. અકસ્માતમાં 4 ગુજરાતીઓના ઘટનાસ્થળે જ મોત (4 Gujaratis died on the spot in the accident) થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચો Retired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો
અકસ્માતમાં 4 ગુજરાતીઓના થયા મોત પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી જોડ પાસે નેશનલ હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર એકબીજા સાથે (Pali Road Accident) અથડાયા હતા. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, અકસ્માતમાં ટ્રેક્ટર-ટ્રોલીના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ટ્રોલીમાં સવાર લોકો પણ રોડ પર કૂદી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં સુમેરપુર શિવગંજ સ્ટેશન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્તોને સુમેરપુર અને શિવગંજ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતથી જાત્રુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં બાબા રામદેવના દર્શન કરવા રામદેવરા જઈ રહ્યા (Devotees from Gujarat died in Rajasthan) હતા. પાલડી જોડ નજીક નેશનલ હાઈવે પર એક ટ્રોલી ટ્રેક્ટરને ટક્કર (Pali Road Accident) મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે. ટ્રોલીમાં સવાર તમામ લોકો કૂદીને રોડ પર પડ્યા હતા, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત છે નાજુક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેમને હીલ સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી પર સુમેરપુરના ધારાસભ્ય જોરારામ કુમાવત, સુમેરપુરના એસડીએમ, ડીએસપી અને વહીવટી અને પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની તપાસ કરી.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, રાજસ્થાનના પાલીમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
-
The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
આ પણ વાંચો મેળાનો અવસર માતમમાં ફેરવાયો, TRB જવાનને બચાવનારનું પણ મૃત્યુ
વસુંધરા રાજેએ શોક કર્યો વ્યક્ત પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, પાલીના સુમેરપુર વિસ્તારમાં રામદેવરા જઈ રહેલા શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાયું અને આ અકસ્માતમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળ્યા. તેમણે મૃતકોની આત્માની શાંતિ, ઈજાગ્રસ્તોને સ્વાસ્થ્ય લાભ અને પરિવારોને શક્તિની કામના કરી હતી.
-
#Pali के सुमेरपुर क्षेत्र में रामदेवरा जा रहे श्रद्धालुओं के ट्रैक्टर को एक ट्रेलर द्वारा टक्कर मारने तथा हादसे में कई लोगों के हताहत होने का समाचार सुन दुःख हुआ। मैं ईश्वर से दिवंगतों की आत्मा की शांति, घायलों को स्वास्थ्य लाभ तथा परिजनों को संबल प्रदान करने की कामना करती हूं।
— Vasundhara Raje (@VasundharaBJP) August 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Pali के सुमेरपुर क्षेत्र में रामदेवरा जा रहे श्रद्धालुओं के ट्रैक्टर को एक ट्रेलर द्वारा टक्कर मारने तथा हादसे में कई लोगों के हताहत होने का समाचार सुन दुःख हुआ। मैं ईश्वर से दिवंगतों की आत्मा की शांति, घायलों को स्वास्थ्य लाभ तथा परिजनों को संबल प्रदान करने की कामना करती हूं।
— Vasundhara Raje (@VasundharaBJP) August 19, 2022#Pali के सुमेरपुर क्षेत्र में रामदेवरा जा रहे श्रद्धालुओं के ट्रैक्टर को एक ट्रेलर द्वारा टक्कर मारने तथा हादसे में कई लोगों के हताहत होने का समाचार सुन दुःख हुआ। मैं ईश्वर से दिवंगतों की आत्मा की शांति, घायलों को स्वास्थ्य लाभ तथा परिजनों को संबल प्रदान करने की कामना करती हूं।
— Vasundhara Raje (@VasundharaBJP) August 19, 2022