ETV Bharat / bharat

કોડાગામમાં ભીષણ માર્ગ અકસ્માત, સાતથી વધુ લોકોના મોત - છત્તીસગઢ

કોડાગામમાં મોટો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ માર્ગ અકસ્માતમાં 7થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે રાયપુર ખસેડવામાં આવ્યા છે.

કોડાગામમાં ભીષણ માર્ગ અકસ્માત, સાતથી વધુ લોકોના મોત

author img

By

Published : Sep 19, 2021, 7:07 PM IST

  • આ દુર્ઘટનામાં 7થી વધુ લોકોના મોત થયા છે
  • 9થી વધુ લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે
  • છત્તીસગઢના કોડાગામમાં મોટો માર્ગ અકસ્માત થયો છે

કોડાગામ- છત્તીસગઢના કોડાગામમાં મોટો માર્ગ અકસ્માત ( Road Accident in Kondagaon) થયો છે. આ દુર્ઘટનામાં 7થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 9થી વધુ લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તની પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને રાયપુર રિફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર એક જ પરિવારના 16 લોકો ઓટોમાં બેસીને ઝારખંડથી જગદલપુર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના ઘટી હતી. ઉલ્લેખનિય છે કે, આ બધા લોકો એક શોક કાર્યક્રમમાં જઇને પાછા જગદલપુર આવી રહ્યા હતા.

આ ઓટોમાં કેટલીક મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા

આ ઓટોમાં કેટલીક મહિલાઓ અને બાળકો પણ શામેલ હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ફરસગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીરરૂપથી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાયપુર ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચી ગઇ છે. આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કોડાગામમાં ફરસગામ પાસે આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં સાતથી વધુ લોકોના મોત થયા છે. જેમાં એક બાળકી પણ સામેલ છે. લગભગ 12 લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત બતાવવામાં આવી રહ્યા છે. ઓટોની કાર સાથે ટક્કરની વાત સામે આવી રહી છે. ઓટોમાં વધુ લોકોને બેસાડીને ડ્રાઇવર ઓટો ચલાવી રહ્યો હતો.

આ અકસ્માતમાં મૃતકોના નામ

રેનું, હીરાસિંહ, બુધની, વિજય, જગ્ગો, સુમોતી, મુની, મહંગૂ પ્રધાન ઓટો ચાલક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.