ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં ગોજારો માર્ગ અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 25ના મોત - ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાથી 25 શ્રદ્ધાળુઓના મોત

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો(road accident in Kanpur Uttar Pradesh). જેમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાથી 25 શ્રદ્ધાળુઓના મોત થયા છે(25 devotees died after tractor trolley overturned).

ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 25ના મોત
ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં 25ના મોત
author img

By

Published : Oct 2, 2022, 7:00 AM IST

Updated : Oct 2, 2022, 8:52 AM IST

ઉત્તરપ્રદેશ : શહેરના બાહ્ય વિસ્તાર ઘાટમપુરમાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો(road accident in Kanpur Uttar Pradesh). ઉન્નાવમાં ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા ભક્તોની ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. જેના કારણે ટ્રોલીમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત 25 શ્રદ્ધાળુઓના મોત થયા હતા(25 devotees died after tractor trolley overturned).

ટ્રોલી પલટી જત અકસ્માત સર્જાયો ઘાટમપુર વિસ્તારના સાધ-ભીતરગાંવ રોડ પર સાધ નગરની ગૌશાળા પાસે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા પ્રશાસનના અધિકારીઓને માહિતી મળતા જ DM સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હવે આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘણી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.

સ્થાનિકોએ બચાવ પ્રવૃતી હાથ ધરી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જે ટ્રેક્ટર ટ્રોલી સાથે અકસ્માત થયો હતો તેમાં જરૂરિયાત કરતા વધુ મુસાફરો હતા. બૂમો પાડતી વખતે ઘણા લોકો કહી રહ્યા હતા કે જો વધુ લોકો ન હોત તો અકસ્માત ન થયો હોત. મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના કોરથા ગામના રહેવાસી છે. વાસ્તવમાં અકસ્માત સમયે આ વિસ્તારમાં ઘણો અંધારપટ છવાઈ ગયો હતો. જ્યારે ટ્રોલી બેકાબૂ રૂપે પલટી ગઈ, ત્યારે ગ્રામજનો પણ ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે ઉમટી પડ્યા હતા.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા વાહનોની લાઈટની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જેઓ બચી ગયા તેઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા. DM વિશાખ અય્યરે કહ્યું કે, ઘણા વહીવટી અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે મૃત્યુના આંકડાઓ જાણવા મળ્યા નથી.

નેતાઓએ આપી સાંત્વના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘાટમપુર દુર્ઘટના અંગે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ લખ્યું છે કે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા સ્વજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. સાથે જ હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

Last Updated : Oct 2, 2022, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.