ETV Bharat / bharat

ડ્રિંક એન્ડ ડ્રાઈવઃ મહિલાએ બાઈક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત - વિનોદ નગર જલ બોર્ડ ઑફિસ

દિલ્હીના કલ્યાણપુરીમાં નશામાં ધૂત કાર સવાર મહિલાએ બાઇક સવારને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. Road Accident in Kalyanpuri,kalyanpuri Police Station, Bike driver in Repido company, Bike accident on NH9

કલ્યાણપુરીમાં રોડ અકસ્માતઃ નશામાં ચૂર મહિલાએ, બાઇક સવારને કચડી નાખ્યો

author img

By

Published : Sep 3, 2022, 5:46 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં, Wagonr કારમાં સવાર એક નશામાં ધૂત મહિલાએ બાઇક સવારને કચડી નાખ્યો હતો. કલ્યાણપુરી પોલીસ સ્ટેશન (Kalyanpuri Police Station)વિસ્તારના NH-9 પર થયેલા આ અકસ્માતમાં (Bike accident on NH9) બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિજનોને સોંપ્યો હતો અને આરોપી મહિલાની ધરપકડ કરી હતી.મૃતક યુવકની ઓળખ 28 વર્ષીય અભિષેક કપૂર તરીકે થઈ છે. તે પૂર્વ દિલ્હીના શકરપુરનો રહેવાસી હતો, જે Repido કંપનીમાં બાઇક ડ્રાઇવર (Bike accident on NH9) તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો:બોમ્બે હાઈકોર્ટે બિલ ગેટ્સને પાઠવી નોટિસ, મૃતકના પરિજનોએ 1000 કરોડનું માંગ્યું વળતર

અભિષેકનું ઘટનાસ્થળે જ મોત: આ યુવક ગઈકાલે રાત્રે લગભગ 11:00 વાગ્યે તે રાઈડ છોડીને પરત ફરી રહ્યો હતો, ત્યારે કલ્યાણપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિનોદ નગર જલ બોર્ડ ઑફિસ પાસે વેગેનર કારમાં સવાર એક મહિલાએ અભિષેકની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અભિષેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલા દારૂના નશામાં હતી.

આ પણ વાંચો:એક્કો દુડી તીડી, ખાતાએ ખેલ બગાડ્યો

કાર ચાલકની ઓળખ થઈ: કલ્યાણપુરી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે PCR પર કોલ આવ્યો હતો. માહિતી મળતાં, પોલીસ ટીમ તરત જ પૂર્વ વિનોદ નગરમાં જલ બોર્ડ ઑફિસ પાસે NH-9 પર પહોંચી, જ્યાં સ્થળ પર એક ક્ષતિગ્રસ્ત મોટરસાઇકલ અને એક વેગનઆર કાર મળી આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારના ડ્રાઈવરે મોટરસાઈકલને ટક્કર મારી હતી અને ચાલકને ઈજા થઈ હતી, જેને પટપરગંજની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ઘાયલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે અભિષેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.કાર ચાલકની ઓળખ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં 35 વર્ષીય સુનીતા તરીકે થઈ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તબીબી તપાસમાં પુષ્ટિ થઈ છે કે તે નશામાં હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.