ETV Bharat / bharat

Bus Accident: તેલંગાણામાં ભયાનક બસ દુર્ઘટના, બસ પલટતા લાગેલી આગમાં મહિલા જીવતી સળગી, 4ને ઈજા

હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહેલી એક ખાનગી બસમાં આગ લાગતા બસમાં સવાર એક મહિલાનું દાઝી જવાથી મૃત્યું થયું છે, જ્યારે અને 4 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

તેલંગાણામાં ભયાનક બસ દુર્ઘટના
તેલંગાણામાં ભયાનક બસ દુર્ઘટના
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 11:05 AM IST

તેલંગાણાઃ તેલંગાણાના જોગુલમ્બા ગડવાલ જિલ્લામાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસ એર્રાવલ્લી ચોક પર બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. બસ પલટતા જ બસમાં આગ લાગી ગઈ હતી જેમાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી અને અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ બસ હૈદરાબાદથી ચિત્તૂર જઈ રહી હતી. અકસ્માત સમયે બસમાં 40 થી 50 લોકો સવાર હતા. બસ પલટી જતા સતર્ક મુસાફરો જેમ-તેમ કરીને બસમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ એક મહિલા બસની અંદર જ ફસાઈ ગઈ હતી. લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગઈ હતી.

1 મહિલા મુસાફરનું મોતઃ અકસ્માત અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ચાર ઘાયલોમાંથી ત્રણને ગડવાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે એકને હૈદરાબાદ રિફર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી મૃતક વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બસ સવારે 11 વાગે હૈદરાબાદના અરંગારથી મુસાફરોને લઈને રવાના થઈ હતી. પોલીસના નિવેદન મુજબ, ડ્રાઈવર ઊંઘી જવાને કારણે બસ તેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો આ મામલે પોલીસની વધુ તપાસ હજુ ચાલુ છે.

  1. AN-32 News: ઈન્ડિયન એરફોર્સના AN-32 વિમાનનો કાટમાળ 7.5 વર્ષ પછી દરિયામાં 3.4 કિમી ઊંડાએથી મળ્યો
  2. Dr. Prabha Atre died: શાસ્ત્રીય ગાયિકા ડૉ. પ્રભા અત્રેનું 92 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, પૂણેમાં લીધા અંતિમ શ્વાસ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.