- બેરોજગારી, મોંઘવારી, ગુના અને દારૂબંધી સહિતના તમામ મુદ્દાઓ પર RJDનો હોબાળો
- રોજગાર માટે ગોળી ખાવી પડશે તો પણ તે ખાશે: RJD
- ગૃહની અંદર, વિપક્ષના નેતાઓ હંગામો કરી રહ્યા છે
પટના: વધતી બેરોજગારી, મોંઘવારી, ગુના અને દારૂબંધી સહિતના તમામ મુદ્દાઓ પર RJD બિહારમાં વિધાનસભાની ઘેરાબંધી કરી રહી છે. યુવા RJD કાર્યકરો અને ઘણા મોટા નેતાઓ પણ આ ઘેરાબંધીમાં શામેલ છે. વિવિધ સ્થળોએથી કાર્યકરો પણ પટના પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે, જો તેઓને રોજગાર માટે ગોળી ખાવી પડશે તો પણ તે ખાશે. બિહાર વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો હતો. ગૃહની અંદર વિપક્ષના નેતાઓ હંગામો કરી રહ્યા છે જ્યારે, ગૃહની બહાર પણ એવું જ વાતાવરણ છે. નીતીશ સરકાર આજે મંગળવારે ગૃહમાં વિશેષ બિલ લાવી છે.
આ પણ વાંચો: મેવાલાલને બિહારના નવા શિક્ષણ પ્રધાન બનાવાતા લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
- પોલીસ જવાન અને મીડિયા કર્મચારી ઈજાગ્રસ્ત થયા
- RJD કાર્યકરોએ બેરિકેડ તોડી પથ્થરમારો કર્યો હતો
- પોલીસે RJD કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો
- પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો
- પોલીસે વિરોધ કરનારાઓને અટકાવ્યા
- તેજસ્વી યાદવ RJD કાર્યકરો સાથે જેપી ગોલામ્બર પહોંચ્યા હતા
- CPI-MLના ધારાસભ્ય અજિત કુશવાહાએ કહ્યું હતું કે, બેરોજગારોને રોજગાર આપવા માટે સરકાર ગોળી ચલાવશે તો પણ તે ખાય છે.
- એક કાર્યકર લાલુ યાદવનો ફોટો લઈને આ ઘેરામાં ભાગ લેવા પહોંચ્યો હતો.
- વિધાનસભા ઘેરી લેતા વિપક્ષી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, અમે આ ઘેરાબંધી કરી રહ્યા છીએ. કારણ કે સરકાર કોઈપણ મોરચે સફળ નથી. બેરોજગારી વધી રહી છે. લોકો પરેશાન છે.
- વિપક્ષની જવાબદારી છે કે, સરકાર પ્રત્યે સવાલ ઉઠાવવાની અમારું ફરજ છે - તેજસ્વી યાદવ
- વિપક્ષી નેતા કહે છે, પોલીસ બિલમાં સુધારો સરમુખત્યારશાહી લાવશે
આ પણ વાંચો: મુઝફ્ફરપુરમાં CM નીતિશ કુમાર સહિત 14 લોકો સામે પંચાયત ચૂંટણીમાં ચેડાં કર્યાની ફરિયાદ