ETV Bharat / bharat

RJD MLA Controversial Statement: ફતેહ સિંહનું ફરી વિવાદીત નિવેદન, દેવી દુર્ગા બાદ ભગવાન રામ ગણાવ્યાં કાલ્પનિક, કહ્યું 'લાલુ યાદવથી મોટા કોઈ ભગવાન નથી'

આરજેડીના ધારાસભ્ય ફતેહ સિંહ 'બહાદુર' ફરી એકવાર દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરી છે. તેમણે દેવી દુર્ગા પછી હવે ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા છે. સાથે જ કહ્યું કે, લાલુ યાદવથી મોટા કોઈ ભગવાન નથી. વાંચો સંપૂર્ણ સમાચાર...

RJD MLA Controversial Statement
RJD MLA Controversial Statement
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 10:12 AM IST

પટનાઃ વિવાદ બહાદુરના નામથી જાણીતા આરજેડીના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહે ફરી એકવાર હિંદુ દેવી-દેવતાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોમવારે શિયાળુ સત્રમાં ભાગ લેવા આવેલા ધારાસભ્યએ મીડિયાને નિવેદન આપતા કહ્યું કે ભગવાન રામ અને તેમના તમામ પાત્રો કાલ્પનિક છે. આ દરમિયાન ધારાસભ્યએ સુપ્રીમ કોર્ટ અને લલઈ યાદવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

"લલઈ યાદવ જીની સાચી રામાયણ છે. તેમણે રામાયણ અને તેના તમામ પાત્રોને કાલ્પનિક ગણાવ્યા છે. જે વાતને 1976માં સુપ્રીમકોર્ટે સ્વીકારી હતી તો પછી આપણે તેને શા માટે સ્વીકારવી જોઈએ?" -ફતેહ બહાદુર સિંહ, આરજેડી ધારાસભ્ય

'મારા નિવેદનથી વચેટિયાઓને તકલીફ': જ્યારે મીડિયાએ ધારાસભ્યને પૂછ્યું કે શું તમારા નેતાઓ પણ પૂજા કરે છે? તો તેમણે કહ્યું કે, જો ભગવાન છે તો તેમની અને ભક્ત વચ્ચે વચેટિયાની ભૂમિકા શું છે. ભક્તો ભગવાનની સીધી પૂજા કેમ નથી કરતા? તેમણે કહ્યું કે તેમના નિવેદનથી ભક્તને નહીં પરંતુ વચેટિયાઓને મુશ્કેલી પડી રહી છે. જો ભગવાન હોય તો શું તેમની અને જનતા વચ્ચે કોઈ રહેવુ જોઈએ? વિસ્તારના લોકો કહી રહ્યા છે કે વચેટિયાના કારણે ધાંધલી થઈ રહી છે. તો શું ભગવાન અને જનતા વચ્ચે વચેટિયાની જરૂર છે.

'લાલુ યાદવથી મોટો કોઈ ભગવાન નથી': જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તમે પૂજા-પાઠ કરો છો કે નહીં? તેના પર ધારાસભ્યએ કહ્યું, 'હું પણ પૂજા કરું છું. જે આપણને બધુ જ આપે છે, તે માતા-પિતાની પૂજા કરું છું. તેમણે અમને જ્ઞાન આપ્યું. સાવિત્રીબાઈએ મહિલાઓને શિક્ષણનો અધિકાર આપ્યો, બાબા ભીમરાવ આંબેડકરે બંધારણીય અધિકારો આપ્યા અને લાલુ પ્રસાદ યાદવે બિહારના ગરીબો, દલિતો અને પછાત વર્ગોને અવાજ આપ્યો. આનાથી મોટો કોઈ ભગવાન નથી.'બ્રાહ્મણો ઢોંગી છે': જો કે આ દરમિયાન ધારાસભ્યએ એમ પણ કહ્યું કે હું પૂજા કરવાની ના પાડી રહ્યો નથી, પરંતુ જે બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. ભગવાન અને ભક્ત વચ્ચેના વચેટિયાના પ્રશ્નમાં તેમણે બ્રાહ્મણને પણ છોડ્યા નહીં. કહ્યું કે પૂજાનું આયોજન કરનારા બ્રાહ્મણો દંભી છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે.

કોણ છે લલઈ યાદવ : લલઈ સિંહ યાદવ એક લેખક અને સામાજિક કાર્યકર હતા. ઉત્તર પ્રદેશના રહેવાસી લેખક લલઈ યાદવે 1968માં ઈવી રામાસામી નાયકર 'પેરિયારના અંગ્રેજી પુસ્તક 'રામાયણઃ અ ટ્રુ રીડિંગ'નું હિન્દી રૂપાંતરણ 'સચ્ચી રામાયણ' પ્રકાશિત કર્યું હતું. કર્યું. જેમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા. યુપી સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો અને પુસ્તક જપ્ત કરી લીધું. તેના વિરોધમાં લેખક લલઈ યાદવ પહેલા અલ્હાબાદ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: ત્રણ જજોની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી કરી. 16 સપ્ટેમ્બર 1976ના રોજ, બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ વીઆર કૃષ્ણા અય્યર સહિત ત્રણ જજોએ રાજ્ય સરકારની અપીલને ફગાવી દીધી અને લલઈ યાદવની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

  1. Tejshvi yadav Defamation Case : ગુજરાતીઓને 'ઠગ' કહેવાના મુદ્દે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટમાં થવું પડશે હાજર, મેટ્રો કોર્ટે પાઠવ્યું સમન્સ
  2. Bihar Politics : લોકસભા ચૂંટણીને લઈને નિવેદનબાજી શરુ, લાલુ પાસે વોટ મેળવવાની ક્ષમતા નથી સુશીલ મોદીએ કહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.