પટના: રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal)ના 25માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ વિપક્ષ નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)સાથે ETV Bharatના બ્યૂરો ચીફ અમિત ભેલારી સાથે વાતચીત કરી હતી. રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, અમે સરકાર નહીં ઉથલાવીએ. આ સરકાર પહેલાથી જ પડી ભાંગેલી છે પોતાની રીતે જ પડી ભાંગશે.
તેજસ્વીએ કહ્યું કે, બિહારના પ્રધાન જ નીતીશ સરકાર (Nitish Government) ની પોલ ખોલી રહ્યા છે. આક્ષેપો પર આક્ષેપો કરી રહ્યા છે.
બાકીનું જીવન સારું બનાવવામાં વ્યસ્ત છે નીતીશ
પૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન તેજસ્વી (Former Deputy CM Tejashwi Yadav)એ કહ્યું કે, નીતીશ બાકીની જીંદગી સારી બનાવવામાં વ્યસ્ત છે. તેઓને તેમની ચિંતા છે ભલે બિહારનું ગમે તે થાય. નીતીશના બાકીના જીવન માટે અમારી શુભેચ્છાઓ, પરંતુ તેમણે બિહારની પણ ચિંતા કરવી જોઈએ.
આ પણ વાંચો: Exclusive interview: સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠૌરે કોરોનામાં સરકારની કામગીરી અંગે ખુલાસા કર્યાં
તેજસ્વીએ કહ્યું કે, બિહાર સૌથી યુવા રાજ્ય છે. આજે લોકો મોંઘવારીથી પરેશાન છે. પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને વટાવી ગઈ છે. ખેડુતો પરેશાન છે અને વચેટિયાઓ આનંદ લઇ રહ્યા છે. દારૂ ઉંદર પીવે છે. ઉંદરો ડેમમાં છિદ્રો કરી દે છે. હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા બનાવો વધ્યા છે. નીતીશે બિહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સરકારનું પતન નક્કી
તેજસ્વી (Tejashwi Yadav )એ કહ્યું કે, આ પડી ભાંગેલી સરકારનું પતન નક્કી છે. આ એક સંપૂર્ણ નકામી સરકાર છે. ચોર દરવાજા દ્વારા નીતીશ સત્તા પર આવ્યા છે. લોકો ઇચ્છે છે કે સરકારનું વહેલી તકે પતન થાય. હવે તે કેવી રીતે થશે? શું થશે? લોકોએ આ વિશે થોડી ધીરજ રાખવી જોઈએ. નીતીશ જેવા યુ ટર્ન મુખ્યપ્રધાન કોઈએ જોયા નથી. ભાજપ તેમના ચહેરા પર ચૂંટણી લડતી હતી. નીતીશ 43 બેઠકો પર સમેટાઈ ગયા હતા. તેમણે ચૂંટણી પ્રચાર (Election) દરમિયાન કહ્યું હતું કે, આ તેમની છેલ્લી ચૂંટણી છે.
ચિરાગ સાથે છે સહાનુભૂતિ
તેજસ્વીએ કહ્યું કે, LJP નેતા ચિરાગ પાસવાન સાથે અમારી સહાનુભૂતિ છે. LJP ચિરાગ પાસવાન (LJP Chirag Paswan)ની પાર્ટી છે નિર્ણય ચિરાગે લેવાનો છે. જે આપણા સંવિધાનનો નાશ કરવા માંગે છે, જે દેશમાં દ્વેષ ફેલાવવા માંગે છે અમે તેમની સાથે કેવી રીતે જોડાઈએ ? આ નિર્ણય ચિરાગે લેવાનો છે.
'ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે નીતિશ'
વિપક્ષી નેતાએ કહ્યું કે, નીતિશ કુમાર (Nitish Kumar) સંગઠિત ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ છે. તેમના પ્રધાનો અને ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. ચોરોને બચાવનારાઓ પાસેથી તમે શું અપેક્ષા કરી શકો છો ? નીતીશના શાસન હેઠળ 70 કૌભાંડો થયા, તેમની કોઈ તપાસ કરવામાં આવી ન હતી. શું ભૂત તેમના રાજમાં કૌભાંડો કરે છે? ઓછામાં ઓછું નીતીશને કૌભાંડના નાણાંની પુન:પ્રાપ્તી કરાવી દે.
આ પણ વાંચો: EXCLUSIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનશે: મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત
કોરોનાથી થયા 2 લાખ મૃત્યું
તેજસ્વીએ કહ્યું કે, બિહાર (Bihar)માં કોરોનાને કારણે સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા. બે લાખથી ઓછા લોકો મૃત્યુ પામ્યા નહીં હોય. કબ્રસ્તાનમાં જગ્યા નહોતી. ગંગામાં મૃતદેહો વહી રહ્યા હતા. લોકો ક્વોરન્ટાઇનમાં મરી રહ્યા હતા. તેમનો કોઈ રેકોર્ડ નથી. આ સરકારે સૌથી ખરાબ કામગીરી કરી છે. આ સરકારે લોકોના જીવ બચાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા.
2024 માટે તેજસ્વીનો મંત્ર
2024માં થનારી લોકસભા ચૂંટણીને લઈને તેજસ્વી યાદવે કહ્યું કે, આના માટે રણનીતિ પહેલાથી નક્કી કરી લેવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જ ભાજપ (BJP)ને ટ્ક્કર આપી શકે છે. સમગ્ર દેશમાં લોકસભાની 200 એવી બેઠકો છે જ્યા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જો કે, એ પણ સત્ય છે કે, જ્યાં પણ ક્ષેત્રીય પાર્ટી મજબુત છે ત્યાંની કમાન રિજનલ પાર્ટીને સોંપવી જોઈએ. અત્યારથી જ બેસીને બધી પાર્ટીએ આ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ.