ન્યૂઝ ડેસ્ક: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોની સુવિધા માટે દર મહિને બેંક હોલી-ડેની (Bank holidays in November 2022) યાદી બહાર પાડે છે. કેન્દ્રીય બેંક RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ લીસ્ટ (List of Bank Holidays) જોઈ શકો છો. જો બેંકમાં મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમારે 1 દિવસ પહેલા જ કરી લેવું જોઈએ. આ સાથે નેટ બેંકિંગ, ATM, ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ કામ કરી શકો છો.
10 દિવસ બેંક બંધ: વર્ષનો મહિનો ઓક્ટોબર સમાપ્ત થવાનો છે. નવેમ્બર મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો નવેમ્બરમાં બેંકની રજા વિશે ચોક્કસપણે જાણવું જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર 2022 માટે રજાઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર નવેમ્બરમાં કુલ 10 દિવસ બેંકો બંધ રહેવાની છે.
રજાનું વર્ગીકરણઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક હોલીડે લીસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરી છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલી-ડે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.
રજાઓની યાદી: 6 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા), નવેમ્બર 8, 2022 - ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ફેસ્ટિવલ, બેંક અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય અન્ય સ્થળોએ બંધ, 13 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા), 20 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા), 26 નવેમ્બર 2022 - શનિવાર (મહિનાનો ચોથો શનિવાર), 27 નવેમ્બર 2022 - રવિવાર (સાપ્તાહિક રજા).