- મેડીકલ ગર્ભપાત અધિનીય,1971માં કરવામાં આવ્યું સંશોઘન
- કેન્દ્રીય કેબિનેટે સંશોધનને આપી મંજુરી
- યોન ઉત્પીડનનો શિકાર બનેલી મહિલાઓને મળશે મદદ
દિલ્હી: મેડીકલ ગર્ભપાત અધિનીય,1971માં સંશોધન 20થી વધારી 24 સપ્તાહ સુધી કરી શકાતા ગર્ભપાત વિશે પાછલા વર્ષે ઘટેલા મધ્યપ્રદેશમાં એક યૌન ઉત્પીડનની ઘટનાની શિકાર બનેલી બાળકીની અરજી પર હાઇકોર્ટે ગર્ભપાતનો આદેશ આપ્યો છે. જે ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે મેડીકલ ગર્ભપાત અધિનિયમ 1971માં સંશોધન કરવા માટે મેડીકલ ગર્ભપાત સંશોધન બિલ, 2020ને મંજુરી આપી છે.
આ સંશોધન યૌન ઉત્પીડનની શિકારને થશે મદદરુપ
મેડીકલ જગતના જાણકારોનું કહેવું છે કે આ નિર્ણય નાબાલિગ યૌન ઉત્પીડનનો શિકાર થયેલને ખુબ જ મદદરુપ થશે, જેને રેપના કારણે ગર્ભ રહી ગયો છે અને તેમના પરીવારને આ વિશે પાછળથી જાણ થઇ છે. આવા કેસમાં ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરવી પડતી હોય છે, જેના માટે પહેલા 20 મહિનાનો સમય આપવામાં આવતો હતો. સંશોધિત કાનૂન અનુસાર હવે ગર્ભાસ્થાના 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવા માટે એક મેડિકલ સલાહ લેવાની જરુર અને ગર્ભઅવસ્થાના 20થી 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવા માટે 2 ડોક્ટરોની સલાહ લેવાની જરુર હશે. લગભગ 50 વર્ષ જુના ગર્ભપાત કાનુનમાં આવેલા આ બદલાવને એમટીપી નિયમોમાં સંશોધન દ્વારા પરિભાષિત કરવામાં આવ્યો છે.અને આંમા દુષ્કર્મનો શિકાર બનેલી પિડીતા, સંગા-સંબધીઓ દ્વારા યૌન ઉત્પીડનો શિકાર બનેલી પિડીતા અને અન્ય અસુરક્ષિત મહિલાઓ જેવી કે વિકલાંગ અને નાબાલિક મહિલાઓનો પણ સમાવેશ થશે. આ સંશોધનમાં મહિલાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે, જે અનુસાર જે મહિલાનું ગર્ભપાત કરાવવાનો છે તેનું નામ અને અન્ય જાણકારી તે સમયે કાયદાકિય રીતે ખાસ વ્યક્તિની સિવાય બીજા વ્યક્તિઓથી ગુપ્ત રાખવામાં આવશે.
જુનો કાયદો મેડિકલ પ્રગતિની કરી રહ્યો હતો અવગણના
ડોક્ટર કહે છે કે ભ્રુણ સંબધિત ખાસ વિષમતાઓની ઓણખ 20 અઠવાડિયા પહેલા કરવી મુશ્કેલ છે અને 22 થી 24 અઠવાડિયામાં ભ્રુણનો આકાર બને છે. એવામાં અવિકશિત ભ્રુણ અથવા ભ્રુણમાં કોઈ ગંભીર વિષમતાની ઓણખ કરી શકાય છે. દેખીતું છે કે આ નવો કાયદો યૌન ઉત્પીડનનો શિકાર બનેલી પિડીતાઓને મદદરુપ સાબિત થશે. 1971ના કાનુન સંશોધન તથા ગર્ભપાતની સમયસીમાં વધારવાની માંગ ભારતમાં કેટલાય સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. આ આંદોલનમાં જોડાયેલા લોકોનું પણ કહેવું છે કે 197નો કાયદો ખુબ જ જુનો છે અને ચિકિત્સા પ્રગતિની અવગણના કરે છે. હવે કાયદામાં આ નવા સંશોધનના કારણે ગર્ભપાતની સમયસીમાં 24 અઠવાડિયા સુધી કરવાના કારણે યૌન ઉત્પીડન પિડીતાને મદદ મળશે. તેમણે નવા કાનૂન મુજબ સરળતાથી ગર્ભપાત કરાવવાનો અધિકાર મળશે. સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયએ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાત ની સેવા આપવા માટે અને મેડીકલ ક્ષેત્રે પ્રૌદ્યોગિક વિકાશને ધ્યાનમાં રાખીને અલગ-અલગ હિતધારકો અને મંત્રાલયો સાથે ચર્ચા બાદ ગર્ભપાત કાનુનમાં સંશોધનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
વિદેશી દેશોમાં ગર્ભપાતને લઇને અલગ-અલગ કાયદા
નોંધનીય છે કે ગ્રીસ, ફિંનલેન્ડ અને તાઇવાન જેવા દેશોમાં ગર્ભપાત કરાવવાની સમયસીમાં 24 અઠવાડિયા નક્કી છે. જ્યારે અમેરીકાના કેટલાક રાજ્યમાં ગર્ભપાત કરાવવા પર પ્રતિબંધ છે. જોકે દુનિયાભરમાં અલગ-અલગ પરિસ્થિતીઓને કારણે પહેલા કરતા ગર્ભપાત કરાવવા માટે ઉદારનિતીઓ અપનાવવામાં આવી રહી છે. ગર્ભપાતને સંબધી કાનૂન વિશે આપણા દેશની મહિલાઓને ખબર નથી. ભારતમાં ગર્ભપાત કાયદાકીય રીતે માન્ય છે અને આ માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્રેન્સી એક્ટ 1971 જવાબદાર છે. જોકે અત્યાર સુધી કાનૂની રીતે ગર્ભધારણના માત્ર 20 અઠવાડિયા સુધી જ ગર્ભપાત કરાવો શક્ય હતો. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્રેન્સી એક્ટ ધારા 3 (2) ના હેઠળ ગર્ભધારણની ઉપરાંત નિર્ધારીત સમય સુધી ગર્ભને નીચે જણાવેલ પરિસ્થિતીઓમાં સમાપ્ત કરી શકાય છે. જો ગર્ભાસ્થા દરમિયાન મહિલાના જીવન પર કોઈ ખતરો હોય અથવા તે મહિલા પર માનસિક અથવા શારિરીક રીતે ગંભીર પ્રભાવ પડવાની આંશકા હોય. જો ગર્ભાસ્થા બળાત્કારનુ પરિણામ હોય. જો તેવી આંશકા હોય કે આવનાર બાળક ગંભીર શારિરીક કે માનસિક દોષ સાથે જન્મવાનું છે. જો ગર્ભનિરોધક વિફળ રહ્યું હોય. આ સિવાય એક અવિવાહિત મહિલા ગર્ભપાત માટેના કારણમાં ગર્ભનિરોધકના વિફળતાનું કારણ નથી આપી શક્તી