- ચમોલી દુર્ઘટનામાં 10માં દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
- દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 મૃતદેહો મળી આવ્યા
- તો બીજી તરફ 148 લોકો હજુ પણ લાપતા
ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવ્યું હતુ. ત્યારે આ દુર્ઘટનામાં 10માં દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે.
સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ
ઉલ્લેખનીય છે કે, પોલીસે જણાવ્યું કે, ચારમાંથી ત્રણ મૃતદેહો તપોવન ટનલમાંથી મળી આવ્યા છે, જ્યાં એક અઠવાડિયાથી લાંબા સમયથી ફસાયેલા 25-35 લોકોને બહાર કાઢવા માટે સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન કામ ચાલુ છે. અન્ય એક મૃતદેહ મૈથાણાથી મળી આવ્યો હતો. કાટમાળ અને કાદવથી ભરેલી તપોવન ટનલમાંથી હજી સુધી નવ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે રવિવારે ટનલમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા.