- ચમોલી દુર્ધટનામાં હજુયે બચાવ કામગીરી ચાલુ
- ચમોલી દુર્ધટનામાં ગુમ થયેલા લોકોને મૃત ઘોષિક કરાશે
- અત્યાર સુધીમાં 70 મૃતદેહો મળી આવ્યા
ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં ઋષિ ગંગાની દુર્ઘટના બાદથી તપોવન ટનલમાંથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF, SDRF અને ITBPના જવાન વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રૈણીમાં પણ ઋષિ ગંગામાં ગુમ થયેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
ચમોલી દુર્ધટનામાં ગુમ થયેલા લોકોને મૃત ઘોષિક કરાશે
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આ મહિનાની શરૂઆતમાં આવેલી કુદરતી દુર્ધટનામાં ગુમ થયેલા વ્યક્તિઓને મૃત ઘોષિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ સંદર્ભે આરોગ્ય સચિવ અમિત નેગીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા જન્મ અને મૃત્યુ નોંધણી અધિકારીઓને એક પરિપત્ર જારી કર્યો છે અને તેઓને 7 ફેબ્રુઆરીએ આવેલી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકો માટે મૃત્યુ પ્રમાણપત્ર આપવાની નિશ્ચિત પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. તેને તાત્કાલિક અનુસરવાનું કહેવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 70 લોકોના મૃતદેહો મળી આવ્યા
તપોવન ટનલમાંથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF, SDRF અને ITBPના જવાનો વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 70 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અનેક લોકો હજી ગુમ છે.