ETV Bharat / bharat

Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો તફાવત શું છે?

ધણા લોકોને પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો (Republic Day 2023) તફાવત શું છે તે માહિતી નથી. ત્યારે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસને શા માટે ઉજવણી કરવી જોઇએ આ તમામ બાબત જાણીશું આ અહેવાલમાં.

Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો તફાવત શું છે?
Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચેનો તફાવત શું છે?
author img

By

Published : Jan 25, 2023, 11:36 AM IST

દિલ્હી: રાજપથ પર ગણતંત્ર દિવસની તૈયારીઓ (Republic Day 2023) શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર પરેડ થશે. જેમાં ત્રણેય સેનાની અલગ-અલગ રેજિમેન્ટ ભાગ લેશે. ઘણા લોકો સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ વિશે મૂંઝવણમાં રહે છે. આપણને ખબર હોવી જોઇએ કે સ્વતંત્રતા દિવસના દિવસે, આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. ત્યારબાદ આપણું બંધારણ પ્રજાસત્તાક દિવસના દિવસે અમલમાં આવ્યું હતું.

આ પણ વાંચો Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ 2023 પર ભાષણ કેવી રીતે તૈયાર કરવું

ગણતંત્ર દિવસ: આ વખતે તારીખ 26 જાન્યુઆરીએ દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ વર્ષે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે 26 જાન્યુઆરીએ જ ગણતંત્ર દિવસ શા માટે ઉજવવો. તેની પાછળ રોચક ઈતિહાસ છુપાયેલો છે. દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. ભારત વસાહતોથી અલગ થઈ ગયું અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પણ માન્યતા પ્રાપ્ત થઈ.

રાજપથ ભવ્ય પરેડ: આપણે 1950 સુધી પ્રજાસત્તાક નહોતા. હજુ પણ બ્રિટિશ બંધારણને અનુસરીને, બ્રિટિશ સમ્રાટને તેના વડા તરીકે ગણવામાં આવતા હતા. 26 જાન્યુઆરી, 1950 ના રોજ, ભારત નવા લેખિત બંધારણને અપનાવીને પ્રજાસત્તાક બન્યું. દર વર્ષે ગણતંત્ર દિવસ પર ત્રણેય સેના રાજપથ પર ભવ્ય પરેડ કરે છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સંસ્કૃતિને દર્શાવવા માટે રંગબેરંગી 'ટેબલો' પણ જોવા મળે છે. આ પરેડનું નવી દિલ્હીથી રાષ્ટ્રીય ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. દર વર્ષે અન્ય દેશના વડાને પણ પરેડ જોવા માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને આ વર્ષના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો REPUBLIC DAY 2023: પ્રજાસત્તાક દિવસ શા માટે ઉજવવામાં આવે છે, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ ?

બ્રિટિશ શાસનથી આઝાદી: ભારતને 14 થી 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આ દિવસે આપણે તે સ્વાતંત્ર્ય સેનાનીઓની હિંમત અને ધૈર્યને યાદ કરીએ છીએ. જેમણે બ્રિટિશ શાસનથી દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેઓ બહાદુરીથી લડ્યા, ધરપકડ કરવામાં આવી અને કેટલાક શહીદ પણ થયા. સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન નવી દિલ્હીમાં ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરે છે અને ત્રિરંગો ધ્વજ ફરકાવે છે. દેશના દરેક રાજ્યની રાજધાની, શહેર, ગામ, નગર અને શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.