- પ્લાઝમાની જેમ રેમડેસીવીર ઈન્જેક્શનને પણ કોરોના સારવારમાંથી બહાર કાઠવામાં આવશે
- દર્દીઓને ઉપયોગી નથી રેમડેસીવીર ઈનજેક્શન
- પ્લાઝમાં અંગે વિજ્ઞાનિકોને ચિંતા
નવી દિલ્હી: ગંગા રામ હોસ્પિટલનાં ચેરપર્સન ડો.ડી.એસ. રાણાએ મંગળવારે કહ્યું કે કોવિડ -19 દર્દીઓની સારવારમાં રેમડેસીવીર ઈનજેક્શનના અસરકારકતાના કોઈ પુરાવા ન હોવાને કારણે રેમડેસીવીરને પણ ટૂંક સમયમાં COVID-19 સારવારમાંથી કાઢી નાખવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ની સલાહ મુજબ, કોનવાલેસન્ટ પ્લાઝ્માના ઉપયોગ પછી આને COVID -19 માટે ભલામણ કરાયેલા સારવાર પ્રોટોકોલોમાંથી કાઢી દેવામાં આવ્યા છે.
પ્લાઝમાં કોરોનામાં ઉપયોગી નહીં
ડૉ.રાણાએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, "પ્લાઝ્મા થેરેપીમાં, આપણે પહેલા ચેપગ્રસ્ત વ્યક્તિને પ્રિ-ફોરવર્ડ એન્ટીબોડી આપીએ છીએ, જેથી એન્ટિબોડી વાઇરસથની સામે લડી શકે. એન્ટિબોડીઝ સામાન્ય રીતે જ્યારે કોરોનાવાયરસનો હુમલો કરે ત્યારે રચાય છે. છેલ્લા એક વર્ષમાં કે પ્લાઝ્મા આપવાથી દર્દી અને અન્ય લોકોની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. ઉપરાંત, પ્લાઝમા સરળતાથી ઉપલબ્ધ નથી. પ્લાઝ્મા ઉપચાર વૈજ્ઞાનિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો અને પુરાવાના આધારે બંધ કરાયો છે. "
રેમડેસીરને સારવામાંથી બહાર કાઢવી જોઈએ
ડૉ.રાણાએ જણાવ્યું હતું કે, "જો આપણે અન્ય દવાઓ વિશે વાત કરીએ જેનો ઉપયોગ આપણે કોવિડ ટ્રીટમેન્ટમાં કરીએ છીએ, રિમડેસીવીર અંગે એવા કોઈ પુરાવા નથી કે તે કોવિડ -19 ટ્રીટમેન્ટમાં મદદ કરે છે. જે દવાઓ કામ નથી કરતી તેની સારવાર માંથી બહાર કાઢવી જોઈએ.
આ પણ વાંચો : ક્યારે અને કેવા દર્દીને આપવામાં આવે છે રેમડેસીવીર? જાણો નિષ્ણાંત પાસેથી
તબીબો જાણકારી મેળવી રહ્યા છે
ડૉ. રાણાએ જણાવ્યું હતું કે, "તમામ પ્રાયોગિક દવાઓ, પ્લાઝ્મા થેરેપી (જે હવે બંધ થઈ ગઈ છે) અથવા રીમડેસીવીર , તેના કાર્યના કોઈ પુરાવા ન હોવાને કારણે આ બધી જલ્દીથી છોડી દેવાઈ શકે છે. હમણાં ફક્ત ત્રણ દવાઓ કામ કરી રહી છે", ડો. "હમણાં, આપણે બધાં પરીક્ષણ અને નિરીક્ષણ કરી રહ્યા છીએ. તબીબો વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યા સુધી તમે આ રોગ વિશે બધી જાણકારી ભેગી કરશો ત્યા સુધી આ રોગ પૂરો થઈ ગયો હશે.
પ્લાઝમાં અંગે ચિંતા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલી નવીનતમ માર્ગદર્શિકા મુજબ, કોનવાલેસન્ટ પ્લાઝ્માનો ઉપયોગ કોવિડ-19 માટે ભલામણ કરાયેલા સારવાર પ્રોટોકોલોમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. દેશમાં કેસો વધી રહ્યા છે, પ્લાઝ્મા દાતાઓની માંગમાં જોગવાઈ જોવા મળી રહી છે, તેમ છતાં નિષ્ણાતો કોવિડ -19 દર્દીઓ માટે પ્લાઝ્મા થેરેપીની અસરકારકતા પર ચિંતા કરે છે.