- સાવચેતીના પગલે ઈન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ
- ગભરાયેલા લોકો બલ્કમાં ખરીદી કરે છે
- ફક્ત ડોક્ટર સૂચવે ત્યારે જ ઈન્જેક્શનની ખરીદી કરો
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, જીવન બચાવતી દવા રેમડેસીવીરનું ઉત્પાદન પર્યાપ્ત છે અને સાવચેતીના પગલે તેના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો:દિલ્હીમાં કોરોના સંકટ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ સર્વદળીય બેઠક
અમિત શાહે આપ્યો ખૂલાસો
અમિત શાહે રવિવારે કહ્યું હતું કે, રેમડેસીવીરનું ઉત્પાદન પૂરતું છે. સાવચેતીના રૂપમાં અમે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ગભરાયેલા લોકો બલ્કમાં ખરીદી કરે છે જેનાથી અછત ઉભી થાય છે. હું લોકોને અપીલ કરું છું કે જ્યારે તે ફક્ત ડોક્ટર સૂચવે ત્યારે જ ઈન્જેક્શનની ખરીદી કરો.
આ પણ વાંચો:રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ હવેથી રેમડેસીવીર ઈન્જેક્શન માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહીં
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ કરી હતી ફરિયાદ
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્ય સરકારોએ ઈન્જેક્શનની અછત અંગે ફરિયાદ કર્યા પછી આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, રવિવારે ભારતમાં 2,61,500 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે દેશમાં કુલ કેસની સંખ્યા 1,47,88,109 પર પહોંચી ગઈ છે.