ETV Bharat / bharat

Atiq-Ashraf killers: અતીક અહેમદની હત્યા કરનારા શૂટરોના 4 દિવસના રિમાન્ડ મંજૂર

અતીક અશરફ હત્યા કેસના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

Atiq-Ashraf killers
Atiq-Ashraf killers
author img

By

Published : Apr 19, 2023, 12:27 PM IST

પ્રયાગરાજઃ અતીક અશરફ હત્યા કેસના આરોપી લવલેશ, સની અને અરુણને આજે જિલ્લા કોર્ટમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આ કેસમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. અતીક અને અશરફની હત્યા સાથે જોડાયેલા તમામ રહસ્યો સાથે જોડાયેલી માહિતી મેળવશે.

આરોપીઓના રિમાન્ડ મંજૂર: આરોપીઓને લેવા પ્રયાગરાજ પોલીસ સવારે પ્રતાપગઢ જિલ્લા જેલ પહોંચી હતી. થોડા સમય બાદ પ્રયાગરાજ પોલીસ ત્રણેય આરોપીઓને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. પ્રયાગરાજ પહોંચ્યા બાદ પોલીસ શૂટરો સાથે જિલ્લા કોર્ટ પહોંચી હતી. અતીક અહેમદ અને અશરફની હત્યા કરનાર ત્રણ આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

ઘટનાને કરાશે રિક્રિએટ: પ્રતાપગઢથી ત્રણેય શૂટરોને લાવ્યા બાદ પ્રયાગરાજ પોલીસની ટીમ પહેલા પોલીસ લાઈનમાં ગઈ હતી. જે બાદ તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપીઓેને ઘટના સ્થળ કેલ્વિન હોસ્પિટલમાં પણ લાવવામાં આવશે. જ્યાં ઘટનાને રિક્રિએટ કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સવારથી જ કેટલાંક પોલીસ સ્ટેશનના દળો કેલ્વિન હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને હોસ્પિટલમાં આવનાર દરેક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને તેમના આઈડી કાર્ડ ચેક કર્યા વિના અંદર જવા દેવામાં આવતા નથી.

આ પણ વાંચો: Atiq Ahmed: આજ ગાંડુ ગાંડુ લોગ હમારે ખિલાફ FIR લીખા રહે, અતીક અહેમદ અને બિલ્ડરની ચેટ વાયરલ

જેલનું ઓચિંતું નિરીક્ષણ: મંગળવારે પ્રતાપગઢના ડીએમ અને એસપીએ જિલ્લા જેલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ જેલ પ્રશાસનને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. મંગળવારથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે SITની ટીમ ગમે ત્યારે પ્રતાપગઢ પહોંચી શકે છે. પ્રયાગરાજ પોલીસ બુધવારે સવારે લગભગ 6.30 વાગ્યે પ્રતાપગઢ જિલ્લા જેલમાં પહોંચી હતી. અહીં 8 વાગ્યે તે ત્રણેય સાથે પ્રયાગરાજ જવા રવાના થઈ.

આ પણ વાંચો: Atiq Ahmed Murder: અતીક અહેમદની બેનામી સંપત્તિની તપાસ, દિલ્હીના જામિયા નગરમાં ફ્લેટ હોવાનું સામે આવ્યું

પ્રતાપગઢની જેલમાં રખાયા આરોપીઓને: અતીક અશરફ હત્યા કેસના ત્રણેય આરોપીઓને પ્રતાપગઢ જિલ્લા જેલની બેરેકમાં રાખવામાં આવ્યા હતા. સોમવારે ત્રણેયને નૈની જેલમાંથી પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બેરેકની લંબાઈ અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. આ બેરેકમાં એવા કેદીઓ અને ગુનેગારોને રાખવામાં આવે છે, જેઓ વધુ ભયાવહ અને ગુનાહિત પ્રકૃતિના હોય છે. તે સામાન્ય કેદીની બેરેકથી અલગ છે. એકલા બેરેકમાં રહેતા કેદીઓને બેરેકમાં જ ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સિવાય આમાં રહેતા આરોપીઓનો જેલમાં રહેતા અન્ય કેદીઓ સાથે સંપર્ક તોડી નાખવામાં આવે છે. ઉપરાંત, તે અન્ય બેરેક કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.