નવી દિલ્હીઃ મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જિયોના 5જી સ્પેક્ટ્રમનો ઉપયોગ ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવા માટે કરવામાં આવશે. રિલાયન્સ જિયો ટેલિકોમ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે. Jioના 4G પછી Jio 5G દેશનું સૌથી મોટું નેટવર્ક (Mukesh Ambani Jio to launch 5G services) હશે. આ દિવાળી એટલે કે, નવેમ્બર 2022 સુધીમાં દિલ્હી-મુંબઈમાં 5G સેવા આપવામાં આવશે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દ્વારા બીજેપીને હરાવ્યું
રિલાયન્સ જિયોનું આકર્ષક પ્રદર્શન: મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયો દેશમાં નંબર 1 ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર છે અને હવે દર 3માંથી 2 ઘર Jio ફાઈબરનો ઉપયોગ કરે છે. રિલાયન્સ જિયોનું ઉત્તમ પ્રદર્શન પ્રોત્સાહક છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જિયો દેશમાં નંબર-1 ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર છે અને હવે દર 3માંથી 2 ઘર Jio ફાઈબરનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે 45મી AGM પર તમામની નજર રહેશે
RIL ભારતની સૌથી મોટી કરદાતા : મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી કરદાતા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા 2.32 લાખ નોકરીઓ આપી છે, જે દર્શાવે છે કે રિલાયન્સ ગ્રૂપ દેશના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યું છે. આમાં પણ રિલાયન્સ રિટેલે સૌથી વધુ નોકરીઓ આપી છે.
આગામી 25 વર્ષનું વિઝન આપણી સામે છેઃ મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ તમામ શેરધારકો, સહયોગીઓ, અધિકારીઓ અને ભાગીદારોનું સ્વાગત કર્યું અને કહ્યું કે, આ અવસર ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 અઠવાડિયા પહેલા સ્વતંત્રતા દિવસના દિવસે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. આ સાથે જ તેમણે દેશ માટે આગામી 25 વર્ષનું વિઝન પણ રાખ્યું.
મુકેશ અંબાણીએ સૌનું સ્વાગત કર્યું : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તમામ શેરધારકો, સહયોગીઓ, અધિકારીઓ અને ભાગીદારોનું સ્વાગત કર્યું અને કહ્યું કે, આ અવસર ખૂબ જ ખાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવતા વર્ષે આ AGM ભૌતિક સ્વરૂપમાં થશે.