ETV Bharat / bharat

51th GST Council Meeting: ઓનલાઈન ગેમિંગ પર ઓક્ટોબરથી 28 ટકા ટેક્સ લાગુ થશે - RECOMMENDATIONS OF 51TH MEETING OF GST COUNCIL

ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ 1 ઓક્ટોબરથી લાગુ થશે. GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માહિતી આપી હતી. વાંચો પૂરા સમાચાર..

RECOMMENDATIONS OF 51TH MEETING OF GST COUNCIL

author img

By

Published : Aug 3, 2023, 6:40 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગમાં દાવ પર લાગેલી કુલ રકમ પર 28 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણય 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. સીતારમને GST કાઉન્સિલની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દિલ્હી, ગોવા અને સિક્કિમે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા ટેક્સ લાદવાના નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી. જો કે અન્ય રાજ્યોએ તેને લાગુ કરવાની વાત કરી હતી, ત્યારબાદ આ નિર્ણયને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • ✅𝗥𝗲𝗰𝗼𝗺𝗺𝗲𝗻𝗱𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗼𝗳 𝟱𝟭𝘀𝘁 𝗚𝗦𝗧 𝗖𝗼𝘂𝗻𝗰𝗶𝗹 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴

    @GST_Council recommends #GST on valuation of supply of online gaming and actionable claims in casinos at entry level

    Details 👇https://t.co/MZJBu2dOrQ pic.twitter.com/yv7EtUAeuk

    — PIB in Odisha (@PIBBhubaneswar) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હી સરકારે નોંધાવ્યો વિરોધ: ગયા મહિને યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં, ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગમાં હોડમાં લેવાતી કુલ રકમ પર 28 ટકાના દરે GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે મળેલી બેઠકમાં આ નિર્ણયના અમલીકરણની પદ્ધતિ અંગે ચર્ચા થઈ હતી. સીતારમણે જણાવ્યું હતું કે દિલ્હીના નાણામંત્રીએ ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવાનો વિરોધ કર્યો હતો, જ્યારે ગોવા અને સિક્કિમ ઈચ્છે છે કે ટેક્સ ગેમની ગ્રોસ રેવન્યુ (GGR) પર લાદવામાં આવે અને સંપૂર્ણ રકમની હોડ પર નહીં.

કેન્દ્ર અને રાજ્યના કાયદાઓમાં જરૂરી ફેરફારો: જો કે, નાણામંત્રીએ કહ્યું કે કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યો ઇચ્છે છે કે અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવામાં આવે. તેમણે કહ્યું કે આ અંગે કેન્દ્ર અને રાજ્યના કાયદામાં જરૂરી ફેરફારો કર્યા બાદ ઓનલાઈન ગેમિંગ પરનો નવો ટેક્સ 1 ઓક્ટોબરથી લાગુ થવાની શક્યતા છે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ લાગુ થયાના છ મહિના પછી તેની સમીક્ષા કરવામાં આવશે.

  1. Adani group: કાનપુરમાં અદાણી જૂથ બનાવશે રોકેટ, હેન્ડ ગ્રેનેડ અને બોમ્બ, 41 પ્રકારના સંરક્ષણ ઉત્પાદનો તૈયાર થશે
  2. Gold Silver Rate: ડોલર સામે રૂપિયો મજબૂત થતાં બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં વધારો
  3. India Richest Women: આ છે ભારતની ટોપ 10 અમીર મહિલાઓ, સંપત્તી જાણીને ચોંકિ જશો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.