ETV Bharat / bharat

દિવાળીના તહેવારોમાં ઘરમાં જ બનાવો મઘમઘતો બદામ હલવો - Diwali dessert

દિવાળી આવી ગઇ છે અને સાથે મઘમઘતી મીઠાઈઓની ( Sweets ) વણઝાર પણ બજારમાં છે. જોકે ઘણાં પરિવારોમાં આજે પણ ઘરમાં જ મીઠાઈ બનાવવાનું ચલણ હોય છે. જોકે મીઠાઈ બનાવવામાં વપરાતી ચીજો અને સરળ રેસિપી ધરાવતી મીઠાઈઓ બનાવવાનું પસંદ કરતા લોકો માટે બદામનો હલવો ( Almond dessert ) એક સરસ ઓપ્શન છે. ETV Bharat આપને માટે લાવ્યું છે ડિલિશિયસ બદામ હલવાની (Badam Halwa ) રેસિપી.

દિવાળીના તહેવારોમાં ઘરમાં જ બનાવો મઘમઘતો બદામ હલવો

author img

By

Published : Nov 2, 2021, 5:01 AM IST

  • મઘમઘતી મીઠાઈઓ છે તહેવારની વિશેષતા
  • ETV Bharat સાથે બદામના હલવાની રેસિપી જાણો
  • સરળતાથી બની જતી મીઠાઈનો સ્વાદિષ્ટ વિકલ્પ

બદામ હલવો (Badam halwa ) એ બદામમાંથી (almonds) બનેલી સ્વાદિષ્ટ મીઠાઈ ( Sweets ) છે. આ મીઠાઈ જોકે એમ તો શિયાળાની સર્વકાલીન મનપસંદ વાનગીઓમાં ( Almond dessert ) શામેલ છે. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે.બદામના હલવાની આ રેસીપી ખૂબ જ ઘણાં તત્વોથી સભર જેથી વધુ પડતી ન લઇ શકાય.

બનાવવામાં કેટલો સમય લાગે?

બદામનો હલવો ( Almond dessert ) બનાવવામાં તેની તૈયારીમાં 5 મીનિટ જેટલો સમય લાગે છે. જ્યારે તેને 4-5 લોકો માટે બનાવવાની હોય તો બનાવવાનો સમય આશરે 40-45 મીનિટ જેટલો થાય છે.

બદામનો હલવો બનાવવામાં શું શું જોઇશે?

  • છાલ ઉતારીને ગરમ પાણીમાં પલાળેલી બદામઃ 1 કપ
  • ઘીઃ 1/2 કપ
  • દૂધઃ 3/4 કપ
  • પાણીઃ ½ કપ
  • ઘઉંનો લોટઃ 1 ચમચો
  • ખાંડઃ 3/4 કપ
  • એલચી પાવડરઃ ½ ચમચો
  • કેસરની કેટલીક ડાંડલી
  • સજાવટ માટે થોડા બદામ અને કેસર
    ઘરમાં જ બનાવો મઘમઘતો બદામ હલવો

બદામનો હલવો બનાવવાની પદ્ધતિ

  • એક પેનમાં દૂધને પાણી સાથે મિક્સ કરી ઉકાળો અને એકબાજુ મૂકી દો. બ્લેન્ડરથી પલાળેલી બદામને પાણી કે દૂધ ઉમેર્યા વિના પીસી દો.
  • એક ઊંડા તળીયાની નોનસ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં પીસેલી બદામ નાંખી સારી રીતે મિક્સ કરો અને મધ્યમ આંત પર સાતેક મિનિટ સુધી સાંતળો. તેને વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
  • હવે ઘઉંનો લોટ ઉમેરો અને સારી રીતે ભેળવો. હવે તેને મધ્યમ આંચ પર 2 મીનિટ હલાવતાં હલાવતાં શેકો.
  • હવે તેમાં દૂધ-પાણીનું મિશ્રણ ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરો, મધ્યમ આંચ પર 5 મીનિટ સતત હલાવતાં રહો.
  • હવે તેમાં ખાંડ ઉમેરો અને મધ્યમ આંચ પર 1-2 મીનિટ ચડવા દો. તૈયાર થઈ રહેલા હલવાને સતત હલાવો.
  • હવે તેમાં કેસર સારી રીતે મિક્સ કરી ઉમેરો અને મધ્યમ આંચ પર 1-2 મીનિટ હલાવતાં રહો.
  • હવે ગેસ બંધ કરી દો અને એલચી પાવડરને તૈયાર થયેલા હલવામાં સરસ રીતે મિક્સ કરી દો.
  • ગરમાગરમ બદામ હલવાની ઉપર બદામના ટુકડા અને કેસરની ડાંડલીઓ મૂકીને સજાવો અને ગરમ જ સર્વ કરો

આ પણ વાંચોઃ દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીનો 122 વર્ષથી જુનો છે ઇતિહાસ, જાણો ખાસિયત...

આ પણ વાંચોઃ Healthy Dessert: ચોંકશો નહીં, હંમેશા નુકસાનકારક જ નથી હોતી મીઠાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.