ETV Bharat / bharat

ઑક્ટોબરમાં કેમ પડી રહ્યો છે આટલો વરસાદ? શું ભારતમાં હવામાન ચક્ર બદલાઈ રહ્યું છે? - હવામાન વિભાગ

સામાન્ય રીતે ઑક્ટોબર મહિનામાં ભીષણ વરસાદ (Heavy Rain) નથી થતો, પરંતુ 2021 એટલે કે આ વર્ષે વરસાદ ઑક્ટોબરમાં જ પોતાના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. દેશના અનેક ભાગોમાં અત્યારે પણ વરસાદ થઈ રહ્યો છે. હવામાન (Weather)નું ચક્ર કેમ બદલાઇ રહ્યું છે? શું આ જળવાયુ પરિવર્તન (Climate Change)નું પરિણામ છે?

ઑક્ટોબરમાં કેમ પડી રહ્યો છે આટલો વરસાદ?
ઑક્ટોબરમાં કેમ પડી રહ્યો છે આટલો વરસાદ?
author img

By

Published : Oct 19, 2021, 4:41 PM IST

  • અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ઉત્તરાખંડ અને કેરળમાં તબાહી
  • કેરળમાં 33 અને ઉત્તરાખંડમાં 20 લોકોના મોત
  • ઓક્ટોરબરના વરસાદે દિલ્હીમાં 61 વર્ષનો રેકોર્ડ તોડ્યો

હૈદરાબાદ: દિલ્હી, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘણો વધારે વરસાદ (Heavy Rain In Indian States) થયો છે. કેરળમાં અત્યાર સુધી 33 અને ઉત્તરાખંડ (Rain In Uttarakhand)માં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામગઢમાં રેસ્ક્યૂ (Rescue) માટે સેના અને એરફોર્સને બોલાવવી પડી છે. કેરળના ઇડુક્કી, એર્નાકુલમ, કોલ્લમ અને કોટ્ટાયમ જિલ્લામાં 200 મિમીથી વધારે વરસાદે કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગ (Weather Department)ના આંકડાઓ પ્રમાણે ઑક્ટોબરના 94.6 MM વરસાદે દિલ્હીમાં 61 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા 1960માં 93.4 MM વરસાદ થયો હતો. આ ઉપરાંત તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ ઘણો વરસાદ થયો.

કેમ અપેક્ષા કરતા વધારે મહેરબાન થયું ચોમાસુ?

અપેક્ષા કરતા વધારે વરસાદ માટે એકલું ચોમાસુ જવાબદાર નથી. મેટ્રોલોજીકલ વિભાગના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારા અને મધ્ય ભારત પર 2 લો પ્રેશર એરિયા સક્રિય હતા, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આબોહવા પરિવર્તનને કારણે વર્ષ દરમિયાન હવામાનની ઘટનાઓમાં ચોક્કસપણે વધારો થાય છે. પરંતુ અત્યારે થઈ રહેલા ભારે વરસાદ માટે લો પ્રેશરના ક્ષેત્રને જવાબદાર ઠેરવી શકાય છે.

તમિલનાડુમાં ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે સારો વરસાદ

હવામાનશાસ્ત્રીઓના મતે ઓક્ટોબરમાં વરસાદ અસામાન્ય નથી, કારણ કે આ મહિનામાં જ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું આવે છે અને ઉત્તર-પૂર્વ ચોમાસાને માર્ગ આપે છે. આ કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ પડે છે. તમિલનાડુમાં સામાન્ય રીતે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે સારો વરસાદ પડે છે. ઓક્ટોબરમાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પ્રવેશે છે ત્યારે પર્વતોમાં બરફવર્ષા થાય છે.

ચોમાસુ પાછું જવામાં મોડું

આ વખતે ચોમાસુ પાછું જવામાં પણ મોડું થયું હતું. સામાન્ય રીતે ચોમાસુ 17 સપ્ટેમ્બરથી પાછું ફરે છે. પરંતુ આ વખતે તે 6 ઓક્ટોબરથી પરત જવાનું શરૂ થયું. પાછા ફરવા દરમિયાન પણ ગાજવીજ સાથે વરસાદ પડે છે. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક ભાગો અને સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાંથી સોમવાર સુધી ચોમાસુ પાછું ખેંચાયું ન હતું. ચોમાસુ પાછું ફરવામાં વિલંબને કારણે ઓરિસ્સા, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડી રહ્યો છે.

ઓક્ટોબરમાં હજુ વધારે વરસાદ થશે

પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. IMD દ્વારા આ વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર આંધ્ર પ્રદેશના તટ અને દક્ષિણ ઓરિસ્સા પર એક બીજી લો પ્રેશર સિસ્ટમ રચાઈ છે. કેરળને અસર કરતું લો પ્રેશર વાવાઝોડું હવે નબળું પડી ગયું છે. પરંતુ તે હજુ પણ મધ્ય ભારતમાં સક્રિય છે. આ કારણે ઉત્તર ભારતમાં સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાંથી તીવ્ર દક્ષિણ-પૂર્વ પવનોને કારણે બુધવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય બંગાળ, બિહારને પણ વરસાદથી રાહત નહીં મળે.

પાકને વરસાદે કર્યું નુકસાન

કોમોડિટી માર્કેટના નિષ્ણાત અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે વધુ પડતા વરસાદને કારણે ખરીફ પાક જે લણ્યો નથી તેને અસર થશે. એવું માનવામાં આવે છે કે 50 ટકા ખરીફ પાકની લણણી કરવામાં આવી ચૂકી છે, પરંતુ કપાસ ઉગાડતા ખેડૂતોને વધુ નુકસાન થઈ શકે છે. જો કપાસના ઉભા પાકમાં ભેજ આવે છે તો તેનાથી સારી પ્રોડક્ટ નહીં બની શકે. અજય કેડિયાનું કહેવું છે કે આ વરસાદની અસર રવિ પાક, ચણા, સરસવ અને જીરા પર પડશે, કેમકે વરસાદના કારણે આની વાવણી મોડેથી થશે, તો લણણીમાં પણ મોડું થશે. વધુ વરસાદ થવાના કારણે ઠંડીનો સમયગાળો પણ વધુ રહેશે તેવી સંભાવના હોય છે. ઝાકળ અને ઠંડી સરસવના પાકને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ ભેજના કારણે ચણા અને જીરું પણ કાળું પડી જાય છે. ક્વોલિટી ખરાબ થવાથી રવિ પાક મોંઘા થઈ શકે છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા

આ પણ વાંચો: કારગિલની ફાતિમા બાનો 'લદ્દાખ રેસિડેન્ટ સર્ટિફિકેટ' મેળવનાર પ્રથમ મહિલા બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.